Get News Alerts

Never miss breaking news updates.

ભારતમાં ગેસ પહોંચાડવા મદદે આવ્યો આ મિત્ર દેશ... 20 હજાર કિમી દૂરથી લંબાવ્યો હાથ

India Gas Crisis: ભારતને સંકટ સમયે એલપીજી સપ્લાય કરવા માટે એક દૂરના મિત્રએ મદદનો હાથ લંબાવ્યો છે. પશ્ચિમ એશિયામાં જંગને કારણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ થઈને ભારત આવનારા ગેસના સપ્લાય પર અસર થઈ છે. ભારત LPG જરૂરિયાતના એક મોટા હિસ્સા માટે ગ્લોબલ સપ્લાય પર નિર્ભર છે. અંદાજા પ્રમાણે, ભારતની 60 ટકા આયાત સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી થાય છે. પરંતુ જંગને કારણે ઇરાને આ રસ્તો બંધ કરી દીધો છે. તેની અસર ભારત પર થઈ છે.
Admin
AdminUpdated on: 25 Mar 2026 07:21 PM IST
ભારતમાં ગેસ પહોંચાડવા મદદે આવ્યો આ મિત્ર દેશ... 20 હજાર કિમી દૂરથી લંબાવ્યો હાથભારતમાં ગેસ પહોંચાડવા મદદે આવ્યો આ મિત્ર દેશ... 20 હજાર કિમી દૂરથી લંબાવ્યો હાથ

India Gas Crisis: ભારતને સંકટ સમયે એલપીજી સપ્લાય કરવા માટે એક દૂરના મિત્રએ મદદનો હાથ લંબાવ્યો છે. પશ્ચિમ એશિયામાં જંગને કારણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ થઈને ભારત આવનારા ગેસના સપ્લાય પર અસર થઈ છે. ભારત LPG જરૂરિયાતના એક મોટા હિસ્સા માટે ગ્લોબલ સપ્લાય પર નિર્ભર છે. અંદાજા પ્રમાણે, ભારતની 60 ટકા આયાત સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી થાય છે. પરંતુ જંગને કારણે ઇરાને આ રસ્તો બંધ કરી દીધો છે. તેની અસર ભારત પર થઈ છે.

ભારતને આ જરૂરિયાતના સમયમાં આર્જેન્ટિનાએ મદદનો હાથ લંબાવ્યો છે. 2026ના પહેલા ત્રણ મહિનામાં આર્જેન્ટિનાએ ભારતને 50 હજાર ટન એલપીજી એક્સપોર્ટ કર્યો છે. જ્યારે સમગ્ર 2025માં આર્જેન્ટિનાએ 22000 ટન ગેસ ભારતને આયાત કર્યો હતો. આ રીતે માત્ર ત્રણ જ મહિનામાં બે ગણાથી વધારે આયાત ભારતમાં કરી છે.

ઇકોનોમિક ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે, 39000 ટન એલપીજી ઇરાન યુદ્ધ શરૂ થતાં પહેલાં જ પોર્ટ ઓફ બાહિયા બ્લાંકાથી ભારત આવી ચૂક્યો હતો. જ્યારે 5 માર્ચે આર્જેન્ટિનાએ 11 હજાર ટન એલપીજી ભારત માટે મોકલ્યો છે.

આર્જેન્ટિનાએ 2024 પહેલાં ભારતને એલપીજીની સપ્લાય નહોતી કરી. જો કે, આ મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે આશા છે કે, આર્જેન્ટિના ભારતના એલપીજી બજારમાં તેની હાજરીનું વિસ્તરણ કરશે.

ભારતમાં આર્જેન્ટિનાના રાજદૂત મારિયાનો અગસ્ટિન કૌસિનોએ આ મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતુ કે, આર્જેન્ટિના પાસે ગેસનો મોટો ભંડાર છે અને ભારતને ગેસ આપવા આર્જેન્ટિના તૈયાર છે.

આર્જેન્ટિના ભારતને લાંબા સમય માટે ગેસ આપવા તૈયાર
આર્જેન્ટિનાના રાજદૂતે જણાવ્યુ હતુ કે, આર્જેન્ટિના પાસે ગેસનો એક મહત્વપૂર્ણ ભંડાર છે. અમારી રાષ્ટ્રીય ગેસ અને ઓઇલ કંપનીના અધ્યક્ષ ગતવર્ષે બેવાર અહીં આવ્યા હતા. તેમણે ઉર્જા ક્ષેત્રે ભારતીય કંપનીઓ સાથે વાતચીત કરી હતી અને કેટલીકવાર મંત્રી હરદીપ પુરી સાથે પણ મુલાકાત કરી હતી. હાલ તો આ સહયોગ શરૂઆતના તબક્કામાં છે. પરંતુ એવું બની શકે છે કે બંને દેશો આગામી સમયમાં સાથે કામ કરે અને આ ક્ષેત્રમાં સહમતિ સાધીને વધુ કાર્ય કરે.

AUTHOR
Admin

Admin

Author details are not available.