Get News Alerts

Never miss breaking news updates.

ગાંધીનગરમાં ફરી કોરોનાની એન્ટ્રી, ચારધામ યાત્રાથી પરત ફરેલી 51 વર્ષીય મહિલા પોઝિટિવ

ગાંધીનગર રહેતા રગાસણની રહેવાસી મહિલા તાજેતરમાં ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા પૂર્ણ કરીને ગાંધીનગર પરત ફર્યા હતા. ઘરે પરત આવ્યા બાદ તેમને શરદી, ઉગ્ર ખાંસી અને સતત તાવ જેવી તકલીફો શરૂ થઈ હતી. તબિયત વધુ બગડતા પરિવારજનોએ તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા, જ્યાં સાવચેતીના ભાગરૂપે કરાયેલા કોરોના ટેસ્ટમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
Rahul Desai
Rahul DesaiUpdated on: 12 Jun 2026 02:23 PM IST
ગાંધીનગરમાં ફરી કોરોનાની એન્ટ્રી, ચારધામ યાત્રાથી પરત ફરેલી 51 વર્ષીય મહિલા પોઝિટિવગાંધીનગરમાં ફરી કોરોનાની એન્ટ્રી, ચારધામ યાત્રાથી પરત ફરેલી 51 વર્ષીય મહિલા પોઝિટિવ

ફાઈલ ફોટો

ગાંધીનગર: લગભગ 14 મહિનાના લાંબા અંતરાલ બાદ પાટનગર ગાંધીનગરમાં કોરોનાનો સત્તાવાર કેસ નોંધાતા આરોગ્ય તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. સરગાસણ વિસ્તારમાં રહેતી 51 વર્ષીય મહિલા ચારધામ યાત્રાથી પરત ફર્યા બાદ કોરોના સંક્રમિત હોવાનું સામે આવતા તેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલના સ્પેશિયલ આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ સરગાસણની રહેવાસી મહિલા તાજેતરમાં ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા પૂર્ણ કરીને ગાંધીનગર પરત ફર્યા હતા. ઘરે પરત આવ્યા બાદ તેમને શરદી, ઉગ્ર ખાંસી અને સતત તાવ જેવી તકલીફો શરૂ થઈ હતી. તબિયત વધુ બગડતા પરિવારજનોએ તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા, જ્યાં સાવચેતીના ભાગરૂપે કરાયેલા કોરોના ટેસ્ટમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હોસ્પિટલ તંત્ર અને પરિવારજનોમાં ચિંતા ફેલાઈ હતી. ત્યારબાદ સરકારી આરોગ્ય પ્રોટોકોલ મુજબ મહિલાને ગાંધીનગર સિવિલ હોસ્પિટલના સ્પેશિયલ આઇસોલેશન વોર્ડમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તબીબોના જણાવ્યા મુજબ હાલ તેમની તબિયત સ્થિર છે અને જરૂરી સારવાર આપવામાં આવી રહી છે.

કેસ સામે આવતા આરોગ્ય વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી મહિલાના સંપર્કમાં આવેલા પરિવારના સભ્યોના ટેસ્ટ કરાવ્યા હતા. જોકે રાહતની વાત એ છે કે પરિવારના અન્ય કોઈ સભ્યમાં સંક્રમણના લક્ષણો કે કોરોના ચેપ નોંધાયો નથી.

ઉલ્લેખનીય છે કે ગાંધીનગરમાં છેલ્લો કોરોના કેસ એપ્રિલ 2025 દરમિયાન નોંધાયો હતો. ત્યારબાદ શહેર કોરોના મુક્ત બન્યું હતું. હવે જૂન 2026માં ફરી કોરોનાનો કેસ સામે આવતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. તંત્ર દ્વારા ખાસ કરીને પ્રવાસથી પરત ફરતા લોકો અને શરદી-તાવ જેવા લક્ષણો ધરાવતા નાગરિકોને તકેદારી રાખવા તથા જરૂરી જણાય તો તાત્કાલિક તબીબી તપાસ કરાવવા અપીલ કરવામાં આવી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.