Indian Economy અંગે નાણામંત્રી નિર્મલા સીતારમણમનું મોટું નિવેદન, કહ્યું - ભારતની અર્થવ્યવસ્થા મજબૂત



Indian Economy અંગે નાણામંત્રી નિર્મલા સીતારમણમનું મોટું નિવેદન, કહ્યું - ભારતની અર્થવ્યવસ્થા મજબૂત



Nirmala Sitharaman: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સોમવારે પશ્ચિમ એશિયા સંકટ વચ્ચે ઇંધણ, ખાતર અને વિદેશી મુદ્રા પર વધુ ધ્યાન આપવા માટેની જરૂરિયાત પર ભાર મૂક્યો છે અને કહ્યું છે કે, ઘરેલૂ અર્થવ્યવસ્થા સતત મજબૂત થઈ રહી છે. જ્યાં ભારતીય લઘુ ઉદ્યોગ વિકાસ બેન્કના 37મા સ્થાપના દિવસ સમારોહને સંબોધિત કરતા નાણામંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઇંધણ બચાવવાની અપીલ પછી કેટલાક લોકો દ્વારા નિરાશાવાદી અને નકારાત્મક માહોલ બનાવવા માટે ટીકા કરી હતી. આ ઉપરાંત તેમણે કહ્યુ હતુ કે, દેશમાં ભય ફેલાવવાની કોઈ આશંકા નથી. ભારતની નીતિગત પ્રતિક્રિયા વૃદ્ધિ બનાવી રાખવા માટે સંતુલિત રીતે તૈયાર કરવામાં આવી છે.
સરકારને એક લાખ કરોડનું રાજસ્વનું નુકસાન
નાણામંત્રીએ જણાવ્યું હતું કે, ડીઝલ અને પેટ્રોલ પર ઉત્પાદ શુલ્કમાં ઘટાડો કરવાથી સરકારને એક લાખ કરોડ રૂપિયાનું રાજસ્વ નુકસાન થશે. તેમણે કહ્યું કે, ક્રૂડ ઓઇલની વધતી કિંમતોની સાથે સાથે ખાતરની કિંમતો પણ અકલ્પનીય સ્તરે પહોંચી ગઈ છે, જ્યારો સોનાની ઊંચી કિંમતો બહારના ક્ષેત્રમાં કેટલીક મુશ્કેલીઓ ઊભી કરી શકે છે.
સીતારમણે કહ્યું કે, આવા સમયમાં ઇંધણ, ખાતર અને વિદેશી મુદ્રા પર વિશેષ ધ્યાન આપવાની જરૂરિયાત છે અને વડાપ્રધાનના આહ્વાનનો સંદર્ભ પણ આ જ પૃષ્ઠભૂમિકાથી છે. તેમણે કહ્યું કે, કેટલાક લોકો સ્થિતિને લઈને દાવો કરી રહ્યા છે કે, બધું બર્બાદ થઈ રહ્યું છે, જે યોગ્ય નથી. સીતારમણે કહ્યું કે, લોકો દ્વારા કરવામાં આવેલા સારા કાર્યો ભૂલાવી દેવામાં આવે છે અને એક નિરાશાવાદી અને નકારાત્મક માહોલ ઊભો કરવામાં આવે છે, જે અયોગ્ય છે.
ભારતની આર્થિક સ્થિતિ આજે પણ મજબૂત
નાણામંત્રીએ કહ્યુ કે, મુશ્કેલીઓ મુખ્ય રૂપે બહારના કારણોથી ઊભી થઈ છે, જ્યારે ભારતની ઘરેલૂ સ્થિતિ આજે પણ સકારાત્મક અને મજબૂત છે. તેમણે કહ્યું કે, ભારત ભય ફેલાવવાની સ્થિતિમાં નથી. આપણે આપણા શબ્દો અને કામથી લોકોમાં વિશ્વાસ ઊભો કરવો જોઈએ. સીતારમણે કહ્યું કે, સૂક્ષ્મ, લઘુ તેમજ મધ્યમ ઉદ્યોગોના 8.1 લાખ કરોડજ રૂપિયાની ચૂકવણી તેમની કાર્યશીલ પૂંજી અને વૃદ્ધિને પ્રભાવિત કરી રહ્યું છે. તેમણે સાર્વજનિક ક્ષેત્રના કાર્યક્રમમાં કહ્યુ હતુ કે, એમએસએમઈની ચૂકવણી કરવામાં 45 દિવસની સમય-સીમાથી વધુ વિલંબ ન કરવો.




