તમારે PFના પૈસા ATMમાંથી ઉપાડવા છે? જાણો મોટી અપડેટ



તમારે PFના પૈસા ATMમાંથી ઉપાડવા છે? જાણો મોટી અપડેટ



PF Withdrawal from ATM: EPFOને લઈને એક મોટી અપડેટ સામે આવી છે. જેમાં ATM અને યુપીઆઈથી પીએફના પૈસા ઉપાડવા મામલે જાણકારી આપવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ઇપીએફઓના ગ્રાહક ટૂંક સમયમાં એટીએમ અને યૂપીઆઈના માધ્યમથી સીધા પીએફના પૈસા કાઢી શકશે.
આ સુવિધા મે 2026ના અંત સુધીમાં શરૂ થાય તેવી સંભાવના છે. એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, ઇપીએફઓ 3.0 અપગ્રેડ કરવામાં આવી રહ્યું છે. જેનો ઉદ્દેશ્ય કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ડેવલપ કરવું અને પીએફના પૈસા ઝડપી ઉપાડી શકાય તે છે. આ સાથે જ કર્મચારીઓની સર્વિસ સરળ બનાવવાનો પણ હેતુ છે.
નવી સિસ્ટમ અંતર્ગત EPFO તરફથી નવા ATM કાર્ડ જાહેર કરવામાં આવી શકે છે. જેથી યુઝર્સ વગર કોઈ ડોક્યુમેન્ટેશન કે ઓફિસ ગયા વગર એમાઉન્ટ ઉપાડી શકાય. EPFO 3.0, 2026ના મધ્ય સુધીમાં પૂરું થાય તેવી આશા છે. જેમાં ક્લેઇમ સેટલમેન્ટ પણ ઝડપથી થશે, એકાઉન્ટ ટ્રાન્સફર સરળ અને સારી ડિજિટલ સર્વિસ પણ મળી શકશે.
યુપીઆઈ અને એટીએમથી કેટલી વિડ્રોલ લીમિટ હશે?
રિપોર્ટ્સ પ્રમાણે, ATM કે UPIથી વિડ્રોલ કરવાની લિમિટ કુલ પીએફના 50 ટકા સુધી હશે. આ સુવિધાનો લાભ લેવા માટે સભ્યોએ આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક એકાઉન્ટ ડિટેઇલ્સ અને IFSC કોડ સાથે જોડાયેલો એક એક્ટિવ યુનિવર્સિલ એકાઉન્ટ નંબર હોવો જોઈએ.
EPFO 3.0 વિડ્રોલ નિયમોની ડિટેઇલ્સ
ઇપીએફઓ 3.0 ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંતર્ગત પ્રસ્તાવિત સૌથી મોટા સુધારામાંથી એક UPI બેઝ્ડ PF ઉપાડવાની છે. જે અંતર્ગત ઇપીએફઓ સભ્યો તાત્કાલિક યુપીઆઈના માધ્યમથી પ્રોવિડન્ડ ફંડના પૈસા ઉપાડી શકે છે.
એકવાર લાગુ થઈ ગયા પછી કસ્ટમર્સને વિડ્રોલ માટે EPFO ઓફિસના ધક્કા ખાવાની કે કોઈ કાગળ પર પ્રોસેસ કરવાની જરૂર નહીં રહે. જો કે, સરકારને EPFO 3.0 અંતર્ગત અપડેટના ઘણા એલાન કર્યા છે, જો કે હજુ સુધી કોઈ લોન્ચિંગ તારીખ અને અન્ય ગાઇડલાઇનની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
ક્યારે થશે PFની સંપૂર્ણ નિકાસ?
55 વર્ષની ઉંમરે રિટાયર્ડ થાવ ત્યારે સંપૂર્ણ પીએફ ઉપાડી શકશો. વિકલાંગતા, છટણી, સેલ્ફ રિટાયર્મેન્ટ, વિદેશમાં સ્થાયી ટ્રાન્સફર, રિટાયર્મેન્ટ ફંડ સેફ્ટી વગેરે જેવા કેસમાં સંપૂર્ણ પીએફ ઉપાડી શકાશે.




