Get News Alerts

Never miss breaking news updates.

સાબરમતી રિવરફ્રન્ટ પર ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે

AMCનો નિર્ણય; જન્મજયંતિ નિમિત્તે દેશપ્રેમી નેતાના યોગદાનને ચિરંજીવ બનાવવા પહેલ, અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર જનસંઘના સ્થાપક અને પ્રખર રાષ્ટ્રવાદી નેતા ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની ભવ્ય પ્રતિમા સ્થાપિત કરવાની યોજના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા બનાવવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ કમલેશ પટેલે આ અંગે જાહેરાત કરતાં મ્યુનિસિપલ કમિશનરને જરૂરી કાર્યવાહી શરૂ કરવા સૂચના આપી છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 26 Jun 2026 10:48 AM IST
સાબરમતી રિવરફ્રન્ટ પર ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશેસાબરમતી રિવરફ્રન્ટ પર ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે

અમદાવાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) હવે સાબરમતી રિવરફ્રન્ટ પર ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની વિશાળ પ્રતિમા સ્થાપિત કરશે. સ્ટેન્ડિંગ કમિટીની સાપ્તાહિક બેઠક બાદ અધ્યક્ષ કમલેશ પટેલે મીડિયાને આ અંગે માહિતી આપી હતી.

તેમણે જણાવ્યું કે આગામી 6 જુલાઈએ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મજયંતિ છે. દેશના વિકાસ અને રાષ્ટ્રવાદ માટે તેમના નોંધપાત્ર યોગદાનને લોકો સુધી પહોંચાડવા તેમજ નવી પેઢીને પ્રેરણા મળે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

કમલેશ પટેલે વધુમાં જણાવ્યું કે સાબરમતી રિવરફ્રન્ટ પર ડૉ. મુખર્જીની ભવ્ય પ્રતિમા સ્થાપિત કરવા માટે મ્યુનિસિપલ કમિશનરને જરૂરી પ્રક્રિયા હાથ ધરવા સૂચના આપવામાં આવી છે. ટૂંક સમયમાં સ્થળની પસંદગી અને અન્ય વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવશે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.