Get News Alerts

Never miss breaking news updates.

દિલ્હીમાં પાંચ માળનો ફ્લેટ ધરાશાયી, કેટલાક લોકો દટાયા હોવાની આશંકા

Delhi Building Collapsed: દક્ષિણ દિલ્હીના મહરૌલી વિસ્તારમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. જ્યાં એક પાંચ માળનું બિલ્ડિંગ અચાનક ધરાશાયી થતા અફરાતફરી મચી ગઈ છે. પ્રાથમિક જાણકારી પ્રમાણે, નજીકનો એક જર્જરિત ભાગ રહેણાંક વિસ્તાર પર પડ્યો હતો અને તેને કારણે સંપૂર્ણ બિલ્ડિંગ ધરાશાયી થઈ ગયું છે.
Admin
AdminUpdated on: 30 May 2026 09:16 PM IST
દિલ્હીમાં પાંચ માળનો ફ્લેટ ધરાશાયી, કેટલાક લોકો દટાયા હોવાની આશંકાદિલ્હીમાં પાંચ માળનો ફ્લેટ ધરાશાયી, કેટલાક લોકો દટાયા હોવાની આશંકા

Delhi Building Collapsed: દક્ષિણ દિલ્હીના મહરૌલી વિસ્તારમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. જ્યાં એક પાંચ માળનું બિલ્ડિંગ અચાનક ધરાશાયી થતા અફરાતફરી મચી ગઈ છે. પ્રાથમિક જાણકારી પ્રમાણે, નજીકનો એક જર્જરિત ભાગ રહેણાંક વિસ્તાર પર પડ્યો હતો અને તેને કારણે સંપૂર્ણ બિલ્ડિંગ ધરાશાયી થઈ ગયું છે.

મળતી માહિતી પ્રમાણે, ફાયર વિભાગને સાંજે 7.45 વાગ્યે સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. ત્યારસુધીમાં 4થી 5 લોકોને સુરક્ષિત કાટમાળમાંથી બચાવી લેવામાં આવ્યા હતા અને તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે અને ટીમ હજુ કોઈ વ્યક્તિ જો ફસાયેલું હોય તો તાત્કાલિક તેને બચાવવા માટે શોધખોળ કરી રહી છે.

દુર્ઘટનાવાળી જગ્યા પર યુદ્ધના ધોરણે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સ્થાનિક લોકોની મદદથી ઝડપથી કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ચાર લોકોને બચાવીને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે મોકલી દેવામાં આવ્યા છે. ફાયર વિભાગ પ્રમાણે, પ્રાથમિકતા કાટમાળમાં ફસાયેલા દરેક શખ્સનો જીવ બચે તે છે. રેસ્ક્યૂ ટીમ સતત કાટમાળ હટાવી રહી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ ઇમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર એક કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ ચાલુ હતુ. ઉપરના માળે કન્સ્ટ્રક્શનની કામગીરી ચાલુ હતી, એટલે કે બિલ્ડિંગ હજુ સુધી બનીને તૈયાર નહોતી થઈ. આશંકા છે કે, દુર્ઘટના સમયે કોચિંગ ક્લાસમાં કેટલાક વિદ્યાર્થીઓ હાજર હતા. આ સાથે જ ઉપર કેટલાક મજૂરો પણ કામ કરતા હતા. જો કે, ફસાયેલા લોકોની સંખ્યાને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે, આ મલ્ટિ-સ્ટોરી બિલ્ડિંગ કેટલીક ક્ષણોમાં જમીનદોસ્ત થઈ ગઈ હતી. જ્યાં કોંક્રિટ અને સળિયાનો ઢગલો થઈ ગયો હતો. સૈદુલાજાબની સાંકળી ગલીઓમાં અને ગીચ વસતિને કારણે રાહતકામમાં મુશ્કેલીઓ ઊભી થઈ હતી. દુર્ઘટના બાદ સ્થાનિક લોકોએ ફ્લેશ લાઇટને સહારે ફાયર વિભાગને મદદ કરી હતી. સાંકળા રસ્તાઓમાંથી ભીડ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી હતી.

AUTHOR
Admin

Admin

Author details are not available.