CSK vs RR: રાજસ્થાન રોયલ્સે CSKને 8 વિકેટે હરાવ્યું



CSK vs RR: રાજસ્થાન રોયલ્સે CSKને 8 વિકેટે હરાવ્યું



CSK vs RR: વૈભવ સૂર્યવંશીની વિસ્ફોટક અડધી સદીએ રાજસ્થાન રોયલ્સે IPL 2026ની ત્રીજી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને 8 વિકેટથી હરાવ્યું છે. જેનાથી તેમને સિઝનની વિજયી શરૂઆત મળી છે. વૈભવે માત્ર 15 બોલમાં અડધી સદી ફટકારી છે. બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે 128 રનનો ટાર્ગેટ પૂરો કરવા મથતા રાજસ્થાન રોયલ્સે 6.2 ઓવરમાં પ્રથમ વિકેટ માટે 75 રન ઉમેરીને વિજયનો મજબૂત પાયો નાંખ્યો છે.
આ ભાગીદારીમાં વૈભવે મોટાભાગના રન બનાવ્યા છે. વૈભવે 17 બોલમાં 52 રન બનાવ્યા છે, જેમાં 4 ચોગ્ગા અને 5 છગ્ગાનો સમાવેશ થાય છે. સરફરાઝ ખાને અંશુલ કંબોજનો શાનદાર કેચ પકડીને વૈભવની ઇનિંગનો અંત લાવ્યો હતો. યશસ્વી જયસ્વાલે ધ્રુવ જુરેલ સાથે બીજી વિકેટ માટે 24 રનની ભાગીદારી કરી હતી, જે 9 બોલમાં 18 રન બનાવીને આઉટ થયો હતો. જયસ્વાલ અને કેપ્ટન રિયાન પરાગે અણનમ 29 રનની ભાગીદારી કરીને ટીમને વિજય અપાવ્યો હતો. આરઆરએ 12.1 ઓવરમાં 2 વિકેટે 128 રન બનાવીને મેચ 8 વિકેટથી જીતી લીધી હતી.
તો બીજી તરફ પહેલી ઇનિંગમાં RRના બોલરોએ વરસાદને કારણે પીચ પર ભેજનો પૂરો ફાયદો ઉઠાવ્યો હતો અને CSKના બેટ્સમેનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ફાસ્ટ બોલરો હોય કે સ્પિનરો, CSKના બેટ્સમેનોને RRના કોઈપણ બોલરનો સામનો કરવામાં મુશ્કેલી પડી રહી હતી.
સંજુ સેમસન અને રુતુરાજ ગાયકવાડ CSKને મજબૂત શરૂઆત આપવામાં નિષ્ફળ રહ્યા હતા. બંનેએ 6-6 રન બનાવ્યા હતા. ત્રીજા નંબર પર બેટિંગ કરી રહેલા આયુષ મ્હાત્રે ખાતું પણ ખોલી શક્યા નહીં. મેથ્યુ શોર્ટ પણ 2 રન બનાવી આઉટ થયા હતા. ટીમના ટોચના ચાર બેટ્સમેનમાંથી કોઈ પણ બે આંકડા સુધી પહોંચી શક્યું નહીં. ટીમ નિયમિત અંતરાલે વિકેટ ગુમાવતી રહી અને 19.4 ઓવરમાં 127 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
આઠમા નંબરે બેટિંગ કરવા આવતા જેમી ઓવરટને એકલા હાથે ટીમ માટે લડત આપી હતી તેમણે દસમી વિકેટ માટે અંશુલ કંબોજ (અણનમ 7) સાથે મળીને ટીમના 127 રનની ભાગીદારીમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. જેમાં 36 બોલમાં 43 રન બનાવ્યા હતા, જેમાં બે ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. અંતિમ ઓવરના ચોથા બોલ પર રન આઉટ થતાં પહેલાં ઓવરટને અંશુલ કંબોજ (અણનમ 7) સાથે દસમી વિકેટ માટે 33 રન ઉમેર્યા હતા. સરફરાઝ ખાને પણ 17 અને કાર્તિક શર્માએ 18 રન બનાવ્યા હતા.
રાજસ્થાન રોયલ્સ માટે જોફ્રા આર્ચરે 4 ઓવરમાં 19 રન આપીને 2 વિકેટ, નાંદ્રે બર્ગરે 4 ઓવરમાં 26 રન આપીને 2 વિકેટ અને રવિન્દ્ર જાડેજાએ 3 ઓવરમાં 18 રન આપીને 2 વિકેટ લીધી હતી. બ્રિજેશ શર્મા, સંદીપ શર્મા અને રવિ બિશ્નોઈએ 1-1 વિકેટ લીધી હતી.




