CSK vs LSG: ચેન્નાઈએ લખનૌને 5 વિકેટથી હરાવ્યું, ઉર્વિલ પટેલની ધમાકેદાર બેટિંગ



CSK vs LSG: ચેન્નાઈએ લખનૌને 5 વિકેટથી હરાવ્યું, ઉર્વિલ પટેલની ધમાકેદાર બેટિંગ



IPL 2026: ચેન્નાઈ સુપર કિંગ્સે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ટી20 મેચમાં રવિવારે લખનૌ સુપર જાયન્ટ્સને 5 વિકેટથી હરાવ્યું હતું અન પ્લેઓફમાં પહોંચવાની તૈયારી બતાવી હતી.
ઉર્વિલ પટેલે માત્ર 13 બોલમાં અર્ધસદી પૂરી કરીને ભારતીય ઓપનર યશસ્વી જાયસ્વાલના રેકોર્ડની બરાબરી કરી હતી. તેણે 23 બોલમાં 8 છગ્ગા અને 2 ચોગ્ગાની મદદથી 65 રનની ધમાકેદાર ઇનિંગ્સ રમી હતી.
મેચ બાદ ઉર્વિલે જણાવ્યું કે, કોચે તેમને માત્ર એટલું કહ્યું હતું કે, બેઝ સ્થિર રાખો અને પછી શોટ રમો. તેણે કહ્યું, “મારા મનમાં કંઈ ખાસ નહોતું, હું માત્ર પરિસ્થિતિ અને બોલ પ્રમાણે બેટિંગ કરવાનું વિચારી રહ્યો હતો. કોચે મને કહ્યું કે, બેઝ સ્થિર રાખો અને શોટ રમો, મેં એ જ કર્યું. રૂતુએ કહ્યું કે, વિકેટ થોડી ધીમી છે, તેના માટે તૈયાર રહો. તેમણે મને મારી રીતે રમવા દીધો હતો.’
મેચની વાત કરીએ તો જોશ ઇંગ્લિસના 33 બોલમાં 85 રનની આક્રમક ઇનિંગ્સ છતાં સુપર જાયન્ટ્સ 8 વિકેટ પર 203 રન જ બનાવી શકી હતી. બીજી તરફ, Chennai Super Kings તરફથી જેમી ઓવરટનની શાનદાર બોલિંગ પછી ઉર્વિલ અને કેપ્ટન રુતુરાજ ગાયકવાડના 28 બોલમાં 42 રનની ભાગીદારીથી ટીમે 19.2 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 208 રન બનાવી જીત મેળવી હતી.
આ જીત સાથે CSK 11 મેચમાં છઠ્ઠી જીત બાદ 12 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાન પર પહોંચી ગઈ છે, જ્યારે છેલ્લી પોઝિશન પર રહેલી LSGને આ આઠમી હાર બાદ પ્લેઓફની આશાઓનો અંત આવી ગયો છે.




