Get News Alerts

Never miss breaking news updates.

ટ્રમ્પની જાહેરાત બાદ ભારતીય શેરબજાર બન્યું રોકેટ! સેન્સેક્સમાં 1150 પોઇન્ટનો ઉછાળો, નિફ્ટી 24,000ને પાર

Trump Iran Deal Share Market Surge: અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર (US-Iran Deal Done) ફાઇનલ થઈ ગઇ છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) ની આસપાસની નાકાબંધી તાત્કાલિક હટાવવાની મંજૂરી આપી દીધી છે અને વૈશ્વિક તેલ-ગેસ પુરવઠા માટે મહત્વપૂર્ણ એવા આ દરિયાઈ માર્ગને ફરીથી ખોલવાની જાહેરાત કરી છે. ટ્રમ્પની આ જાહેરાતની સાથે જ ભારતીય શેરબજાર સહિત...
R Gajjar
R GajjarUpdated on: 15 Jun 2026 02:21 PM IST
ટ્રમ્પની જાહેરાત બાદ ભારતીય શેરબજાર બન્યું રોકેટ! સેન્સેક્સમાં 1150 પોઇન્ટનો ઉછાળો, નિફ્ટી 24,000ને પારટ્રમ્પની જાહેરાત બાદ ભારતીય શેરબજાર બન્યું રોકેટ! સેન્સેક્સમાં 1150 પોઇન્ટનો ઉછાળો, નિફ્ટી 24,000ને પાર

AI Generated Images

Trump Iran Deal Share Market Surge: અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર (US-Iran Deal Done) ફાઇનલ થઈ ગઇ છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) ની આસપાસની નાકાબંધી તાત્કાલિક હટાવવાની મંજૂરી આપી દીધી છે અને વૈશ્વિક તેલ-ગેસ પુરવઠા માટે મહત્વપૂર્ણ એવા આ દરિયાઈ માર્ગને ફરીથી ખોલવાની જાહેરાત કરી છે. ટ્રમ્પની આ જાહેરાતની સાથે જ ભારતીય શેરબજાર સહિત વિશ્વભરના બજારોમાં રોકેટ ગતિએ તેજી જોવા મળી છે.

સેન્સેક્સ અને નિફ્ટીમાં ઐતિહાસિક ઉછાળો
અઠવાડિયાના પ્રથમ ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજારની શરૂઆત ધમાકેદાર રહી હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરોવાળો ઇન્ડેક્સ સેન્સેક્સ (Sensex) ખુલતાની સાથે જ 76,000ની સપાટી વટાવી ગયો હતો અને તેમાં 1100થી વધુ પોઇન્ટનો ઉછાળો આવ્યો હતો. સેન્સેક્સ તેના અગાઉના બંધ 75,527.95ની સામે 76,725 પર ખુલ્યો અને જોતજોતામાં 76,821 પર પહોંચી ગયો. બીજી તરફ, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) પણ 330થી વધુ પોઇન્ટ વધીને 23,984 પર ઓપન થયો અને ઝટકાભેર 24,000ની ઐતિહાસિક સપાટી પાર કરી ગયો.

કયા શેરોમાં જોવા મળી તેજી
બજાર ખુલતાની સાથે જ બીએસઈ લાર્જકેપની તમામ 30 કંપનીઓના શેર લીલા નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. જેમાં સૌથી વધુ ઉછાળો આ શેરોમાં જોવા મળ્યો:

  • IndiGo: 4.05%
  • Adani Ports: 3.80%
  • L&T: 3.60%
  • Bajaj Finance: 3.56%

આ ઉપરાંત મિડકેપ શેરોમાં અશોક લેલેન્ડ (5%), મુથૂટ ફાઇનાન્સ (4.60%) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ (4.40%) માં પણ જોરદાર તેજી જોવા મળી રહી છે.

ક્રૂડ ઓઈલના ભાવ તૂટતા માર્કેટને મળી રાહત
આ તેજી પાછળનું મુખ્ય કારણ કાચા તેલ (Crude Oil) ના ભાવમાં આવેલો મોટો કડાકો છે. ટ્રમ્પની જાહેરાત બાદ બ્રિટેન ક્રૂડના ભાવ 4 ટકાથી વધુ તૂટીને 83 ડોલર પર આવી ગયા છે. આનાથી વૈશ્વિક સ્તરે મોંઘવારીનો ખતરો ઘટ્યો છે અને પેટ્રોલ-ડીઝલ સસ્તા થવાની આશા જાગી છે, જેનાથી રોકાણકારોનો સેન્ટિમેન્ટ મજબૂત થયો છે.

ટ્રમ્પે સોશિયલ મીડિયા પર શું લખ્યું?
ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર લખ્યું, "ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન સાથેની ડીલ હવે પૂરી થઈ ગઈ છે, બધાને અભિનંદન! હું હોર્મુઝ સ્ટ્રેટને કોઈપણ રોકટોક વગર ખોલવાની અને અમેરિકી નૌસેનાની નાકાબંધી હટાવવાની મંજૂરી આપું છું. દુનિયાભરના જહાજો, પોતાના એન્જિન ચાલુ કરો અને ઓઈલ સપ્લાય શરૂ કરો!"

(નોંધ: શેરબજારમાં કોઈપણ પ્રકારના રોકાણ કરતા પહેલા તમારા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂર લો.)

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com