શેરબજારમાં સતત ચોથા દિવસે જોરદાર તેજી, સેન્સેક્સ 544 અંક ઉછળ્યો; નિફ્ટી 24,774 પર બંધ

મુંબઈ: અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતીની આશા તથા આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં નોંધાયેલા ઘટાડાના સકારાત્મક પ્રભાવ વચ્ચે ભારતીય શેરબજારમાં સતત ચોથા ટ્રેડિંગ સેશનમાં તેજી જોવા મળી હતી. સોમવારે સેન્સેક્સ 544.39 અંકના વધારા સાથે 78,639 પર બંધ રહ્યો, જ્યારે નિફ્ટી 390.70 અંકના ઉછાળા સાથે 24,774.30ના સ્તરે બંધ થયો. આ તેજી માત્ર લાર્જકેપ શેરો સુધી મર્યાદિત રહી નહોતી. મિડકેપ અને...
Rupin Bakraniya
Rupin Bakraniya
શેરબજારમાં સતત ચોથા દિવસે જોરદાર તેજી, સેન્સેક્સ 544 અંક ઉછળ્યો; નિફ્ટી 24,774 પર બંધશેરબજારમાં સતત ચોથા દિવસે જોરદાર તેજી, સેન્સેક્સ 544 અંક ઉછળ્યો; નિફ્ટી 24,774 પર બંધ

મુંબઈ: અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતીની આશા તથા આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં નોંધાયેલા ઘટાડાના સકારાત્મક પ્રભાવ વચ્ચે ભારતીય શેરબજારમાં સતત ચોથા ટ્રેડિંગ સેશનમાં તેજી જોવા મળી હતી. સોમવારે સેન્સેક્સ 544.39 અંકના વધારા સાથે 78,639 પર બંધ રહ્યો, જ્યારે નિફ્ટી 390.70 અંકના ઉછાળા સાથે 24,774.30ના સ્તરે બંધ થયો.

આ તેજી માત્ર લાર્જકેપ શેરો સુધી મર્યાદિત રહી નહોતી. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ ખરીદીનું જોર જોવા મળ્યું. નિફ્ટી મિડકેપ-100 ઇન્ડેક્સમાં 1.21 ટકા અને સ્મોલકેપ-100 ઇન્ડેક્સમાં 1.29 ટકાનો વધારો નોંધાયો. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરીએ તો મીડિયા ઇન્ડેક્સ સિવાય લગભગ તમામ ક્ષેત્રોમાં લીલાછમ માહોલ રહ્યો. સૌથી વધુ તેજી આઈટી શેરોમાં જોવા મળી, ત્યારબાદ પ્રાઇવેટ બેંક, એફએમસીજી, મેટલ, ઓટો અને પીએસયુ બેંક શેરોમાં પણ નોંધપાત્ર વધારો થયો.

નિફ્ટી-50માં ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ, ટીસીએસ, ઇન્ડિગો, ઇન્ફોસિસ, શ્રીરામ ફાઇનાન્સ અને એક્સિસ બેંકના શેરોએ સારો દેખાવ કર્યો. જ્યારે અપોલો હોસ્પિટલ્સ, સન ફાર્મા, મારુતિ સુઝુકી, ઓએનજીસી, ટેક મહિન્દ્રા અને ભારતી એરટેલના શેરોમાં થોડો ઘટાડો નોંધાયો. બજારમાં આવેલી તેજીના કારણે રોકાણકારોની સંપત્તિમાં માત્ર એક જ દિવસમાં આશરે ₹4 લાખ કરોડનો વધારો થયો. છેલ્લા ચાર ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોની કુલ સંપત્તિમાં અંદાજે ₹11 લાખ કરોડનો વધારો નોંધાયો છે.

બજાર નિષ્ણાતોના જણાવ્યા અનુસાર વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે પણ ભારતીય અર્થતંત્ર અને શેરબજાર મજબૂત સ્થિતિમાં છે. આગામી દિવસોમાં રોકાણકારોની નજર હવે ભારતીય રિઝર્વ બેંક (RBI)ની મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠક પર રહેશે. મોટાભાગના વિશ્લેષકોનું માનવું છે કે આરબીઆઈ રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં કરે, પરંતુ કેન્દ્રીય બેંકના આગામી સંકેતો બજારની દિશા નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.