Rule Change From 1st August: 1 ઓગસ્ટથી દેશભરમાં લાગુ થશે 5 મોટા ફેરફારો, LPGથી લઈને રેલવે અને બેંકના નિયમો બદલાશે
Rule Change From 1st August 2026: નવી દિલ્હી: જુલાઈ મહિનો પૂર્ણ થવા જઈ રહ્યો છે અને 1 ઓગસ્ટ 2026થી દેશભરમાં અનેક મહત્વના નિયમોમાં ફેરફાર અમલમાં આવશે. આ ફેરફારોની અસર સામાન્ય લોકોના દૈનિક જીવન પર સીધી પડશે. LPG ગેસ સિલિન્ડરના ભાવથી લઈને રેલવે, બેંકિંગ, FMCG અને ઇલેક્ટ્રોનિક્સ સુધી અનેક ક્ષેત્રોમાં બદલાવ જોવા મળી શકે છે.
LPG સિલિન્ડરના નવા ભાવ જાહેર થશે...
Rupin Bakraniya

- LPG સિલિન્ડરના નવા ભાવ જાહેર થશે
દર મહીનાની જેમ 1 ઓગસ્ટે પણ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ LPG સિલિન્ડરના નવા ભાવ જાહેર કરશે. ગયા મહિને કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો હતો, જ્યારે ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવ સ્થિર રાખવામાં આવ્યા હતા. આ વખતે ઘરેલુ ગ્રાહકોને ભાવમાં ફેરફારની આશા છે.
- એર ટર્બાઇન ફ્યુઅલ (ATF)ના ભાવમાં ફેરફાર
1 ઓગસ્ટે એર ટર્બાઇન ફ્યુઅલ (ATF)ના નવા દર પણ જાહેર થશે. ATFના ભાવમાં વધારો અથવા ઘટાડો થવાથી હવાઈ મુસાફરીના ભાડા પર સીધી અસર પડી શકે છે.
- તત્કાલ ટિકિટ બુકિંગનો નિયમ બદલાશે
ભારતીય રેલવે તત્કાલ ટિકિટ બુકિંગ પ્રક્રિયામાં ફેરફાર કરવા જઈ રહી છે. હવે ટોકન આપવાનો સમય અને ટિકિટ બુકિંગ શરૂ થવાનો સમય એકસાથે રહેશે. આ બદલાવથી રિઝર્વેશન કાઉન્ટર પરની ભીડ ઘટશે અને મુસાફરોને વધુ સરળતા રહેશે.
- FMCG અને ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ મોંઘી થઈ શકે
બજાર નિષ્ણાતોના જણાવ્યા મુજબ ચા, સાબુ, હેર ઓઇલ જેવા FMCG ઉત્પાદનોમાં 6થી 8 ટકા સુધી ભાવવધારો થઈ શકે છે. ઉપરાંત ટીવી, ફ્રિજ, વોશિંગ મશીન, સ્માર્ટફોન અને અન્ય ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનો પણ 4થી 6 ટકા સુધી મોંઘા થઈ શકે છે. ઓટોમોબાઇલ કંપનીઓ પણ કારના ભાવમાં વધારો કરી શકે છે.
- બેંકના ચાર્જમાં ફેરફાર
ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંક 1 ઓગસ્ટથી SMS એલર્ટ ચાર્જમાં ફેરફાર કરશે. નવા નિયમ મુજબ માસિક મર્યાદા સાથે પ્રતિ SMS 30 પૈસા વસૂલવામાં આવશે. અન્ય બેંકો પણ પોતાની વિવિધ સેવાઓના ચાર્જમાં ફેરફાર કરી શકે છે.