બોલિવૂડના દિગ્ગજ ગાયિકા આશા ભોંસલેનું નિધન, 92 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ



બોલિવૂડના દિગ્ગજ ગાયિકા આશા ભોંસલેનું નિધન, 92 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ



Asha Bhosle Passed Away: આશા ભોંસલેનું 92 વર્ષની જૈફ વયે નિધન થયું છે. તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેમના શરીરે કામ કરવાનું બંધ કરી દીધું હતું. તેમના પાર્થિવ શરીરને આવતીકાલે સવારે 11થી બપોરે 3 વાગ્યા સુધી તેમના નિવાસસ્થાને દર્શન માટે રાખવામાં આવશે અને અંતિમ સંસ્કાર શિવાજી પાર્ક ખાતે સાંજે 4 વાગ્યે કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, તેમને ગઈકાલે રાત્રે કાર્ડિયાક એરેસ્ટ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે, તેમની પૌત્રી જિનાઈ ભોંસલેએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સ્વાસ્થ્ય અપડેટ આપતા જણાવ્યું હતું કે, તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી અને ફેફસામાં ચેપ લાગ્યો હતો.
તેમની પૌત્રી જિનાઈ ભોંસલેએ ઇન્સ્ટાગ્રામ પર સ્વાસ્થ્ય અપડેટ શેર કર્યું હતું. તેણે જણાવ્યું હતું કે, તેઓ ખૂબ જ નબળાઈ અનુભવી રહ્યા હતા. જિનાઈએ ચાહકોને તેમની ગોપનીયતાનો આદર કરવા વિનંતી કરી હતી અને કહ્યું કે તેઓ સ્વસ્થ થતાં જ તેમને અપડેટ કરશે.




