Get News Alerts

Never miss breaking news updates.

એશિયાડ માટે મહિલા ક્રિકેટ ટીમની જાહેરાત, હરમનપ્રીત કૌર સંભાળશે કમાન

Asian Games 2026: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની મહિલા નિમણૂક સમિતિએ સપ્ટેમ્બર 2026માં જાપાનના આઇચી-નાગોયામાં રમાનારી એશિયન ગેમ્સ માટે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. હરમનપ્રીત કૌર ટીમની કેપ્ટન રહેશે, જ્યારે સ્મૃતિ મંધાનાને વાઇસ કેપ્ટન બનાવવામાં આવી છે.
Admin
AdminUpdated on: 30 Jun 2026 11:22 AM IST
એશિયાડ માટે મહિલા ક્રિકેટ ટીમની જાહેરાત, હરમનપ્રીત કૌર સંભાળશે કમાનએશિયાડ માટે મહિલા ક્રિકેટ ટીમની જાહેરાત, હરમનપ્રીત કૌર સંભાળશે કમાન

Asian Games 2026: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની મહિલા નિમણૂક સમિતિએ સપ્ટેમ્બર 2026માં જાપાનના આઇચી-નાગોયામાં રમાનારી એશિયન ગેમ્સ માટે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. હરમનપ્રીત કૌર ટીમની કેપ્ટન રહેશે, જ્યારે સ્મૃતિ મંધાનાને વાઇસ કેપ્ટન બનાવવામાં આવી છે.

ભારતીય ટીમ હાલની ચેમ્પિયન રીતે ટુર્નામેન્ટમાં ઉતરશે. તેણે 2023માં ચીનના હાંગઝોઉ એશિયન ગેમ્સમાં સુવર્ણ પદક જીત્યો હતો. ટીમમાં મોટાભાગના ખેલાડીઓ હાલમાં મહિલા T20 વિશ્વકપનો ભાગ રહ્યા હતા. માત્ર યાસ્તિકા ભાટીયાને સ્ક્વોડમાંથી બહાર કાઢવામાં આવી છે.

અનુભવી અને યુવા ખેલાડીઓની જુગલબંધી
ટીમમાં અનુભવી ખેલાડીઓ સાથે યુવા પ્રતિભાઓને પણ જગ્યા આપવામાં આવી છે. બેટર્સ વિભાગમાં શેફાલી વર્મા, જેમિમી રોડ્રિગ્સ, દિપ્તી શર્મા અને વિકેટકિપર બેટર ઋચા ઘોષ પણ સામેલ છે. જી. કમલિનીને બીજી વિકેટકિપર તરીકે ટીમમાં જગ્યા મળી છે.

બોલિંગમાં પણ સંતુલન જોવા મળ્યું
બોલિંગની જવાબદારી રેણુકા ઠાકુર, ક્રાંતિ ગૌડ, અરુંધતિ રેડ્ડી, રાધા યાદવ અને ભારતી ફુલમાલી સંભાળશે. ત્યાં શ્રી ચરણી, શ્રેયંકા પાટીલ અને નંદની શર્મા ટીમમાં સામેલ છે. જો કે, બીસીસીઆઈએ સ્પષ્ટતા કરી છે કે, શ્રેયંકા પાટીલની નિમણૂક તેમની ફિટનેસ ક્લિયરન્સને આધીન રહેશે.

એશિયન ગેમ્સ 2026 માટે ભારતીય મહિલા ટીમઃ હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઇસ કેપ્ટન), શેફાલી વર્મા, જેમિમા રોડ્રિગ્સ, દિપ્તી શર્મા, ઋચા ઘોષ, જી. કમલિની, ભારતી ફુલમાલી, શ્રી ચરણી, રેણુકા ઠાકુર, ક્રાંતિ ગૌડ, અરુંધતિ રેડ્ડી, શ્રેયંકા પાટીલ (ફિટનેસ ક્લિયરન્સને આધીન), રાધા યાદવ, નંદની શર્મા

AUTHOR
Admin

Admin

Author details are not available.