Get News Alerts

Never miss breaking news updates.

આસારવામાં EWSના 17 મકાનો પર ગેરકાયદે કબજો, AMCનો કડક એક્શન મોડ

અમદાવાદના આસારવા વિસ્તારમાં આવેલા જ્યુપિટર મિલ EWS ક્વાર્ટર્સના 17 મકાનો પર થયેલા ગેરકાયદે કબજાના મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) હવે કડક વલણ અપનાવશે. સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ કમલેશ પટેલે મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને ગેરકાયદે કબજેદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપી છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 26 Jun 2026 10:35 AM IST
આસારવામાં EWSના 17 મકાનો પર ગેરકાયદે કબજો, AMCનો કડક એક્શન મોડઆસારવામાં EWSના 17 મકાનો પર ગેરકાયદે કબજો, AMCનો કડક એક્શન મોડ

ફાઈલ ફોટો

અમદાવાદ કમિટીની બેઠક બાદ મીડિયા સાથે વાત કરતાં અધ્યક્ષ કમલેશ પટેલે જણાવ્યું હતું કે આસારવા વિસ્તારના કોર્પોરેટર રાજુભાઈએ જ્યુપિટર મિલ ખાતે આવેલા EWS ક્વાર્ટર્સના 17 મકાનો પર થયેલા ગેરકાયદે કબજાનો મુદ્દો બેઠકમાં ઉઠાવ્યો હતો.

આ અંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે બેઠકમાં માહિતી આપી હતી કે ગેરકાયદે કબજો કરનારાઓનો સામાન જપ્ત કરવામાં આવ્યો છે. જોકે, અધ્યક્ષ કમલેશ પટેલે સ્પષ્ટ કર્યું કે માત્ર સામાન જપ્ત કરવાથી કાર્યવાહી પૂર્ણ થતી નથી.

તેમણે જણાવ્યું કે મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને ગેરકાયદે કબજેદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.

કમલેશ પટેલે વધુમાં કહ્યું કે EWS આવાસ યોજનાનો લાભ માત્ર લાયકાત ધરાવતા લાભાર્થીઓને જ મળવો જોઈએ. સરકારી મિલકતો પર ગેરકાયદે કબજો કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં અને આવા કિસ્સાઓમાં કોર્પોરેશન કડક કાર્યવાહી કરશે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.