Get News Alerts

Never miss breaking news updates.

અમરનાથ યાત્રામાં હશે અત્યાધુનિક શિબિર, હજારો યાત્રાળુ એકસાથે રોકાશે; ચુસ્ત બંદોબસ્તની વ્યવસ્થા

Amarnath Yatra 2026: અમરનાથ યાત્રા 2026 માટે શ્રદ્ધાળુઓનો ઉત્સાહ વધારવા માટે વહીવટીતંત્રને હાઇટેક કરવાની દિશામાં એક મોટું પગલું ઉઠાવ્યું છે. જમ્મુમાં એક નવી અને આધુનિક શિબિરનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે, જે યાત્રાળુઓના અનુભવને વધુ સારો બનાવશે.
Admin
AdminUpdated on: 06 Apr 2026 05:25 PM IST
અમરનાથ યાત્રામાં હશે અત્યાધુનિક શિબિર, હજારો યાત્રાળુ એકસાથે રોકાશે; ચુસ્ત બંદોબસ્તની વ્યવસ્થાઅમરનાથ યાત્રામાં હશે અત્યાધુનિક શિબિર, હજારો યાત્રાળુ એકસાથે રોકાશે; ચુસ્ત બંદોબસ્તની વ્યવસ્થા

ફાઇલ તસવીર

Amarnath Yatra 2026: અમરનાથ યાત્રા 2026 માટે શ્રદ્ધાળુઓનો ઉત્સાહ વધારવા માટે વહીવટીતંત્રને હાઇટેક કરવાની દિશામાં એક મોટું પગલું ઉઠાવ્યું છે. જમ્મુમાં એક નવી અને આધુનિક શિબિરનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે, જે યાત્રાળુઓના અનુભવને વધુ સારો બનાવશે.

એકસાથે 4 હજાર લોકો રહી શકશે
જમ્મુના ભગવતી નગર વિસ્તારમાં બની રહેલા યાત્રી નિવાસની સૌથી મોટી વાત એ છે કે, અહીં એકસાથે 4 હજારથી વધુ લોકો રહી શકશે. તેને મુખ્ય ઉદ્દેશ્ય યાત્રા દરમિયાન આવતી ભીડને સુવ્યવસ્થિત કરવાનો અને અસુરક્ષિત જગ્યાઓએ કે ખુલ્લા આકાશ નીચે યાત્રીઓને ઊંઘવું ન પડે તે છે.

અત્યાધુનિક સુવિધાઓ

આ શિબિરને માત્ર એક રેનબસેરા નહીં, પરંતુ એક સ્માર્ટ હબ રૂપે વિકસાવવામાં આવી રહ્યું છે.

  1. RFID ટ્રેકિંગઃ બધા રાહદારીની સુરક્ષા માટે હાઈટેક રેડિયો ફ્રિક્વન્સી આઈડેન્ટિકેશન (RFID) સિસ્ટમ હશે.
  2. ડિજિટલ કિયોસ્ક: યાત્રા માર્ગ, હવામાન અપડેટ અને ઇમેજન્સી સેવાઓની માહિતી માટે અનેક જગ્યાએ ટચ-સ્ક્રીન પેનલ મૂકાશે.
  3. આધુનિક કિચન: અહીં એક વિશાળ કમ્યુનિટી કિચન હશે, જ્યાં શુદ્ધ અને હાઇજેનિક ભોજનની વ્યવસ્થા થશે.
  4. આરોગ્ય કેન્દ્ર: 24x7 તબીબી ઇમેજન્સી યુનિટ અને ઓક્સિજનની સુવિધા સાથે આધુનિક ક્લિનિક પણ હશે.

ચુસ્ત બંદોબસ્ત હશે
આ યાત્રા સુરક્ષાની દૃષ્ટિએ ખૂબ જ સંવેદનશીલ હોય છે. તેથી આ આધાર શિબિરને સીસીટીવી કેમેરા અને મલ્ટિલેયર સિક્યોરિટી ચેકપોસ્ટની વ્યવસ્થા કરવામાં આવશે. આ સાથે પરિસર નજીક મોટું પાર્કિંગ અને સીસીટીવી પર નજર રાખવા માટે કંટ્રોલરૂમ પણ બનાવવામાં આવશે.

અમરનાથ યાત્રા 2026ની મહત્વપૂર્ણ તારીખો

  • રજિસ્ટ્રેશનઃ 14 એપ્રિલ, 2026થી રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થવાની આશા છે.
  • યાત્રાનો સમય: આ પવિત્ર યાત્રા 3 જુલાઈ, 2026થી શરૂ થશે અને 9 ઓગસ્ટ, 2026 સુધી ચાલશે.
AUTHOR
Admin

Admin

Author details are not available.