Get News Alerts

Never miss breaking news updates.

અમદાવાદની નારાયણા હોસ્પિટલમાં અત્યાધુનિક રેડિયેશન ઓન્કોલોજી સેન્ટરનો પ્રારંભ, કેન્સર સારવારને મળશે નવી દિશા

અમદાવાદની નારાયણા હોસ્પિટલમાં શરૂ થયું અદ્યતન રેડિયેશન ઓન્કોલોજી સેન્ટર... હેલ્સિયન રેડિયેશન થેરાપી સિસ્ટમથી સજ્જ આ કેન્દ્ર કેન્સરના દર્દીઓને વધુ ઝડપી, ચોકસાઈભરી અને સુરક્ષિત સારવાર પૂરી પાડશે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 30 May 2026 12:48 PM IST
અમદાવાદની નારાયણા હોસ્પિટલમાં અત્યાધુનિક રેડિયેશન ઓન્કોલોજી સેન્ટરનો પ્રારંભ, કેન્સર સારવારને મળશે નવી દિશાઅમદાવાદની નારાયણા હોસ્પિટલમાં અત્યાધુનિક રેડિયેશન ઓન્કોલોજી સેન્ટરનો પ્રારંભ, કેન્સર સારવારને મળશે નવી દિશા

અમદાવાદ: અમદાવાદની નારાયણા હોસ્પિટલમાં અત્યાધુનિક રેડિયેશન ઓન્કોલોજી સેન્ટરનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ હોસ્પિટલ પરિવારને નવી આરોગ્યસુવિધાની શરૂઆત બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.

કાર્યક્રમ દરમિયાન મહેમાનોએ નવા રેડિયેશન ઓન્કોલોજી સેન્ટરની મુલાકાત લઈને હોસ્પિટલ દ્વારા દર્દીઓને અપાતી વિવિધ સેવાઓ અને આધુનિક સારવાર પદ્ધતિઓ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. હોસ્પિટલમાં શરૂ કરાયેલું આ સેન્ટર કેન્સરના દર્દીઓ માટે વધુ અસરકારક અને અદ્યતન સારવાર ઉપલબ્ધ કરાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.

નવા કેન્દ્રમાં વિશ્વસ્તરીય 'હેલ્સિયન (Halcyon) રેડિયેશન થેરાપી સિસ્ટમ' સ્થાપિત કરવામાં આવી છે. આ ટેક્નોલોજી તેની ઝડપ, ચોકસાઈ અને દર્દીકેન્દ્રિત સારવાર માટે જાણીતી છે. ખાસ કરીને કેન્સરના ટ્યુમરને નિશાન બનાવી સારવાર આપતી વખતે આસપાસના સ્વસ્થ કોષો અને ટિશ્યુઝને થતી આડઅસરને ખૂબ જ ઓછી કરવામાં આ સિસ્ટમ મદદરૂપ બને છે.

હાઈ-પ્રિસિઝન અને ઈમેજ-ગાઈડેડ રેડિયેશન થેરાપીની સુવિધા સાથે દર્દીઓને વધુ સુરક્ષિત, ઝડપી અને અસરકારક સારવાર મળી શકશે. આરોગ્ય ક્ષેત્રે આધુનિક ટેક્નોલોજીના વધતા ઉપયોગ વચ્ચે નારાયણા હોસ્પિટલનું આ નવું સેન્ટર કેન્સર સારવાર ક્ષેત્રમાં મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.