Get News Alerts

Never miss breaking news updates.

ચાંદલોડિયા મહાદેવનગરમાં AMCની ડિમોલિશન કાર્યવાહી શરૂ, 40થી વધુ મકાનો તોડવાની કામગીરી

અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારના મહાદેવનગરમાં AMC દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આશરે 40 મકાનો તોડવાની કામગીરી હાથ ધરાઈ છે, જેમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે વિસ્તારમાં તંગદિલીભર્યો માહોલ જોવા મળી રહ્યો છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 08 Jun 2026 04:23 PM IST
ચાંદલોડિયા મહાદેવનગરમાં AMCની ડિમોલિશન કાર્યવાહી શરૂ, 40થી વધુ મકાનો તોડવાની કામગીરીચાંદલોડિયા મહાદેવનગરમાં AMCની ડિમોલિશન કાર્યવાહી શરૂ, 40થી વધુ મકાનો તોડવાની કામગીરી

અમદાવાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ચાંદલોડિયા વિસ્તારના મહાદેવનગરમાં ફરી દબાણ હટાવવાની મોટી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ અભિયાન હેઠળ આશરે 40 જેટલા મકાનો તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને આ કાર્યવાહી આગામી ચાર દિવસ સુધી ચાલુ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

સ્થળ પર કાર્યવાહી દરમિયાન સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને અનેક જગ્યાએ ભાવુક દૃશ્યો પણ સર્જાયા હતા. કેટલાક રહેવાસીઓએ વિરોધ વ્યક્ત કરતા વિસ્તારમાં તંગદિલીભર્યો માહોલ સર્જાયો હતો.

AMCના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે.

સાથે જ સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે ફાયર બ્રિગેડની ટીમને પણ સ્થળ પર સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. સમગ્ર વિસ્તારમાં હાલ તણાવપૂર્ણ સ્થિતિ જોવા મળી રહી છે, જ્યારે તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.