Get News Alerts

Never miss breaking news updates.

પત્ની ઐશ્વર્યા સાથે ચાલવામાં અભિષેક બચ્ચનને લાગે છે બીક, જાણો કારણ

Abhishek Bachhan: અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બોલિવૂડના સૌથી લોકપ્રિય કપલ્સમાંના એક છે. ચાહકો તેમની જોડીને ખૂબ પસંદ કરે છે. આ કપલ પોતાના અંગત જીવનને કેમેરાની નજરથી દૂર રાખવાનો પ્રયાસ કરે છે. જો કે, ઇન્ટરવ્યૂમાં અભિનેતા ઘણીવાર તેની પત્ની પર પ્રેમ વરસાવતો જોવા મળે છે. હવે, તેણે ઐશ્વર્યા સાથે રેડ કાર્પેટ પર ચાલવા વિશે વાત કરી છે. અભિષેકે કહ્યું કે, તેને ઐશ્વર્યાની બાજુમાં રેડ કાર્પેટ પર ચાલવામાં ખૂબ જ અજીબ લાગે છે. તેની પત્નીની સુંદરતા અને અનુભવને કારણે તે તેનાથી ડરી જાય છે.
Admin
AdminUpdated on: 04 Apr 2026 08:49 PM IST
પત્ની ઐશ્વર્યા સાથે ચાલવામાં અભિષેક બચ્ચનને લાગે છે બીક, જાણો કારણપત્ની ઐશ્વર્યા સાથે ચાલવામાં અભિષેક બચ્ચનને લાગે છે બીક, જાણો કારણ

ફાઇલ તસવીર

Abhishek Bachhan: અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બોલિવૂડના સૌથી લોકપ્રિય કપલ્સમાંના એક છે. ચાહકો તેમની જોડીને ખૂબ પસંદ કરે છે. આ કપલ પોતાના અંગત જીવનને કેમેરાની નજરથી દૂર રાખવાનો પ્રયાસ કરે છે. જો કે, ઇન્ટરવ્યૂમાં અભિનેતા ઘણીવાર તેની પત્ની પર પ્રેમ વરસાવતો જોવા મળે છે. હવે, તેણે ઐશ્વર્યા સાથે રેડ કાર્પેટ પર ચાલવા વિશે વાત કરી છે. અભિષેકે કહ્યું કે, તેને ઐશ્વર્યાની બાજુમાં રેડ કાર્પેટ પર ચાલવામાં ખૂબ જ અજીબ લાગે છે. તેની પત્નીની સુંદરતા અને અનુભવને કારણે તે તેનાથી ડરી જાય છે.

અભિષેકને ડર લાગે છે
યુટ્યુબર લિલી સિંહ સાથે વાત કરતા અભિષેક બચ્ચને કહ્યું, ‘શું તમે મારી પત્નીને જોઈ છે? શું તમે ક્યારેય તેને રેડ કાર્પેટ પર જોઈ છે? મારા માટે રેડ કાર્પેટ પર ચાલવું એ સૌથી ડરામણી વસ્તુ છે અને જો મારે તેમની સાથે જવું પડે, તો તે વધુ ભયાનક છે.‘ તેમણે ઉમેર્યું કે, ‘તે બધા પ્રોફેશનલ છે. તેઓ તેમાં ખૂબ જ સારા છે. હું લાકડા જેવો છું. મને ખબર નથી કે શું કરવું. શું મારે મારા ખિસ્સામાં હાથ નાખવા જોઈએ? મને ખૂબ જ અજીબ લાગે છે. તેથી જ ફોટોગ્રાફરો ઘણીવાર કહે છે, વન મોર સ્માઇલ પ્લીઝ’

અભિષેક બચ્ચને યાદ કર્યું કે, તેમને કેટલું અજીબ લાગ્યું હતું કે ફોટોગ્રાફરોએ તેમને પૂછ્યું, ‘સર, અમે શું ભૂલ કરી છે? તમે કેમ આટલા નારાજ દેખાવ છો?’ તેમણે અભિનેતાના જવાબને યાદ કરતા કહ્યુ કે, ‘સોરી’.

ઇન્ટરવ્યૂ દરમિયાન અભિષેક બચ્ચનને એમ પણ પૂછવામાં આવ્યું કે, શું તે ક્યારેય ઐશ્વર્યાની સફળતાને કારણે અસુરક્ષિત અનુભવે છે? તેમણે કહ્યું કે, ‘મારા ઘરમાં પહેલા પણ એવું જ હતું. જ્યારે મારા માતા-પિતાના લગ્ન થયા, ત્યારે મારી માતા મારા પિતા કરતાં ઘણી મોટી સ્ટાર હતી. એટલા મારા માટે તો કંઈ નવાઈ નથી એમાં. મને હંમેશા ડોમિનેન્ટ રહેવા માટે શીખવવામાં આવ્યું છે. પાર્ટનરશિપ વિશે જ શીખવવામાં આવ્યું છે.’

ઐશ્વર્યા સાથેના પોતાના સંબંધો વિશે વાત કરતાં તેમણે કહ્યું કે, ‘હું ઐશ્વર્યાને મારી કારકિર્દીની શરૂઆતથી જ ઓળખું છું. મારી બીજી ફિલ્મ તેની સાથે હતી અને તે એવી અભિનેત્રી છે, જેની સાથે મેં સૌથી વધુ કામ કર્યું છે. તે સમયે અમે કોઈ સંબંધમાં નહોતા; અમે ફક્ત સારા મિત્રો હતા. જ્યારે અમે આખરે ભેગા થયા, ત્યારે અમારા પ્રેમસંબંધ, સગાઈ અને લગ્ન દરમિયાન તે હંમેશા પાર્ટનરશિપ રહી છે. એવું ક્યારેય નહોતું કે, 'હું કમાઈશ અને તું ઘર સંભાળીશ'. તેની ક્યારેય ચર્ચા પણ થઈ ન હતી.’

AUTHOR
Admin

Admin

Author details are not available.