Get News Alerts

Never miss breaking news updates.

અમદાવાદમાં યલો એલર્ટ જાહેર: તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા, ગરમીનો પ્રકોપ વધશે

અમદાવાદમાં આ અઠવાડિયામાં ગરમીનો પ્રકોપ વધુ થવાની શક્યતા રહેલી છે. શહેરનું તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. તે ધ્યાનમાં રાખીની આજે સંકેત જાહેર કરવામાં આવ્યા છે. મહાનગર પાલિકા દ્વારા 76 વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ વધારે જોવા મળશે. તારીખ 21 અને 22 એપ્રિલ દરમિયાન મહત્ત્વ તાપમાન 41 ડિગ્રી રહેશે. જેના કારણે ગરમથી બચવા માટે મહાનગર પાલિકાએ નાગરિકોને ખાસ ચાવચેત રહેવા અપીલ કરી છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 21 Apr 2026 12:48 PM IST
અમદાવાદમાં યલો એલર્ટ જાહેર: તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા, ગરમીનો પ્રકોપ વધશેઅમદાવાદમાં યલો એલર્ટ જાહેર: તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા, ગરમીનો પ્રકોપ વધશે

ફાઈલ ફોટો

અમદાવાદ: અમદાવાદ શહેરમાં આ અઠવાડિયામાં ગરમીનો પ્રકોપ વધુ વધવાની શક્યતા છે. અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું છે કે શહેરમાં તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને શહેર માટે શનિવાર સુધી યલો ચેતવણી સંકેત જાહેર કરવામાં આવ્યો છે.

ભારતીય હવામાન વિભાગના તાજા અહેવાલ મુજબ, સોમવારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 40.2 ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતા 0.6 ડિગ્રી વધુ છે. જ્યારે લઘુત્તમ તાપમાન 26.8 ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતા 1.7 ડિગ્રી વધુ છે.

મહાનગરપાલિકા દ્વારા શહેરના 76 વિસ્તારોને ગરમીના જોખમી કેન્દ્રો તરીકે ઓળખવામાં આવ્યા છે,  21 અને 22 એપ્રિલ દરમિયાન મહત્તમ તાપમાન આશરે 41 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે, જ્યારે લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી રહેશે. 26 અને 27 એપ્રિલ સુધીમાં તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. જેના પગલે 21 એપ્રિલથી 27 એપ્રિલ સુધી યલો ચેતવણી સંકેત લાગુ કરવામાં આવ્યો છે.

ગરમીથી બચવા મહાનગરપાલિકાએ નાગરિકોને ખાસ સાવચેતી રાખવા અપીલ કરી છે. બહાર નીકળતી વખતે પૂરતું પાણી સાથે રાખવું અને પાણી, લીંબુ પાણી, છાશ અને નાળિયેર પાણી જેવા પ્રવાહીનું વધુ પ્રમાણમાં સેવન કરવું. તાજા ફળ અને શાકભાજી ખાવા, જ્યારે મસાલેદાર, પ્રોટીનથી ભરપૂર અને બાસી ખોરાક ટાળવાની સલાહ આપવામાં આવી છે.

સાથે જ ચા, કૉફી અને ગેસવાળા પીણાંનું સેવન ઓછું રાખવા સૂચના આપવામાં આવી છે. બહાર જતાં સમયે છત્રી, ટોપી અથવા કપડું વડે માથું ઢાંકવું અને શક્ય હોય તો બપોરે 12થી 4 વાગ્યા વચ્ચે બહાર જવાનું ટાળવું. હળવા રંગના ઢીલા કપાસના કપડાં પહેરવા અને કામ દરમિયાન ઠંડા સ્થળે વિરામ લેવાની સલાહ આપવામાં આવી છે.

રાજ્યભરમાં પણ તાપમાનમાં વધારો નોંધાઈ રહ્યો છે. રાજકોટમાં સૌથી વધુ 41.1 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે અમરેલીમાં 40.9 ડિગ્રી રહ્યું હતું. વડોદરા અને ડીસામાં 39.6 ડિગ્રી, જ્યારે ભુજમાં 39.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. દરિયાકાંઠાના વિસ્તારોમાં થોડું ઠંડક જોવા મળી હતી, જેમાં વેરાવળમાં 31.3 ડિગ્રી અને દ્વારકામાં 30.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ નોંધાયો નથી, જેના કારણે સૂકા માહોલ વચ્ચે ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.