Get News Alerts

Never miss breaking news updates.

વૈભવ સૂર્યવંશીએ મુંબઈના પ્લાનિંગ પર પાણી ફેરવ્યું

કાલે વરસાદના કારણે મુંબઈ અને રાજસ્થાનની મેચ ફક્ત 11 - 11 ઓવરની કરવામાં આવી હતી. જેના કારણે પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને 11 ઓવરમાં 150 રન કર્યા હતા. જેમાં મેચની શરૂઆત વૈભવ સૂર્યવશી અને યશસ્વી જયસ્વાલ કરી હતી. શરૂઆતની બંન્ને બેટરને જોરદાર કરી હતી. જેમાં પ્રથમ ઓવરમાં બુમરાહની બોલમાં વૈભવએ છગ્ગા સાથે શરૂઆત કરી હતી. તેના લીધે 11 ઓવરમાં રાજસ્થાને 150 રન ક્યા હતા. તેના જવાબમાં મુંબઈની શરૂઆત ખરાબ રહી હતી.
Admin
AdminUpdated on: 08 Apr 2026 11:54 AM IST
વૈભવ સૂર્યવંશીએ મુંબઈના પ્લાનિંગ પર પાણી ફેરવ્યુંવૈભવ સૂર્યવંશીએ મુંબઈના પ્લાનિંગ પર પાણી ફેરવ્યું

વૈભવ સૂર્યવંશી… મુંબઈ ઈન્ડિયન્સ સામે આ યુવા અને આશાસ્પદ ખેલાડીએ જે રીતે બેટિંગ કરી, તેણે બધાના હોશ ઉડાવી દીધા છે. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ પણ હવે મુક્ત મને વૈભવના વખાણ કર્યા છે અને તેના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી છે.

માત્ર 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ મુંબઈના તમામ પ્લાનિંગને નેસ્તનાબૂદ કરી દીધા. મુંબઈ ઈન્ડિયન્સે વૈભવને રોકવા માટે શક્ય તમામ રણનીતિ અપનાવી હતી, પરંતુ બિહારના આ લાલ સામે બધું જ નિષ્ફળ રહ્યું. હાર્દિક પંડ્યાએ પણ સ્વીકાર્યું કે આ છોકરો ખરેખર અદ્ભુત પ્રતિભા ધરાવે છે.

માત્ર 14 બોલમાં મચાવ્યો તરખાટ વૈભવ સૂર્યવંશીએ મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ માત્ર 14 બોલમાં 39 રન ફટકારીને સનસનાટી મચાવી દીધી હતી, જેમાં 5 ગગનચુંબી છગ્ગાનો સમાવેશ થાય છે. વરસાદને કારણે મેચ 11 ઓવરની કરવામાં આવી હતી. રાજસ્થાન રોયલ્સ ટોસ હારી ગયું હતું, જેથી સૌને લાગતું હતું કે ટૂંકા લક્ષ્યાંકનો પીછો કરતા મુંબઈ આસાનીથી જીતી જશે. પરંતુ જ્યારે વૈભવ ક્રીઝ પર આવ્યો, ત્યારે આખી બાજી પલટાઈ ગઈ.

બુમરાહ સામે નિર્ભય બેટિંગ ક્રિકેટ જગત જે જોવાની રાહ જોઈ રહ્યું હતું તે ગુવાહાટીના મેદાન પર જોવા મળ્યું. વૈભવ સૂર્યવંશીએ વિશ્વના સર્વશ્રેષ્ઠ બોલર જસપ્રીત બુમરાહ સામે પણ નિર્ભયતાથી બેટિંગ કરી વિસ્ફોટક પ્રદર્શન કર્યું.

હાર્દિક પંડ્યાની કબૂલાત 15 વર્ષના આ કિશોરને પોતાની ટીમ સામે આક્રમક રીતે રમતા જોઈ હાર્દિક પંડ્યા પણ અચંબામાં પડી ગયો હતો. હાર્દિકે કબૂલાત કરી કે કેપ્ટન તરીકે તે મૂંઝવણમાં હતો કે બોલ કોને સોંપવો. તેણે જણાવ્યું કે, વૈભવને રોકવા માટે સ્પેશિયલ મીટિંગમાં જે પ્લાન બનાવ્યા હતા, તે તમામ પ્લાનિંગ વૈભવે મેદાન પર ચકનાચૂર કરી દીધા હતા. આ જ કારણ છે કે મેચ બાદ હાર્દિકે વૈભવની પ્રશંસા કરવામાં કોઈ કસર છોડી ન હતી.

AUTHOR
Admin

Admin

Author details are not available.