Get News Alerts

Never miss breaking news updates.

કચ્છમાં સવારથી કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો વધારો

કચ્છમાં વાતાવરણમાં પલટો મારતા ત્યાના ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો હતો. ખાવડા ભુજ ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી જ વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યુ હતુ. તેના કારણે ભર ઉનાળે લોકોને વરસાદી માહોલ જોવા મળી રહ્યો હતો.
Admin
AdminUpdated on: 02 Apr 2026 03:48 PM IST
કચ્છમાં સવારથી કમોસમી વરસાદથી  ખેડૂતોમાં ચિંતાનો વધારોકચ્છમાં સવારથી કમોસમી વરસાદથી  ખેડૂતોમાં ચિંતાનો વધારો

કચ્છમાં આજે સવારથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો હતો. તેના કારણે આજે  ભુજ તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં અચાનક વરસાદ આવતા ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો હતો. કચ્છ અને આસપાસના વિસ્તારોમાં આજે સવારથી વાદળછાયુ વાતવારણ જોવા મળી રહ્યુ હતુ.

ગુજરાતમાં કેટલાક દિવસોથી વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે. જેને લઈને વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે આજે કચ્છ અને આસપાસના વિસ્તારોમાં સવારથી જ વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ હતુ. જેના પગલે  ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તાર જેમ કે ખાવડા વિસ્તારમાં જોરદાર વરસાદ પડ્યો હતો. તેથી ભરે ઉનાળે લોકોને વરસાદી માહોલ જોવા મળી રહ્યો હતો.

ભુજ તાલુકા અને ખાવડા વિસ્તારમાં અચાનક વરસાદ ચાલુ થઈ જતા ખેડૂતોને ચિતાનો વિષય જોવા મળી રહ્યો છે. કેમ કે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પાકમાં ભારે નુકશાન ભોગવવાનું વારો આવ્યો છે. કચ્છમાં વાતાવણ અચાનક પલટો મારવાથી જોરદાર વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ચાલુ થઈ ગયો હતો. જેના કારણે રસ્તાઓમાં પાણી ભરાઈ ગયા હતા. ભર ઉનાળે કચ્છના આસપાસના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું હતુ.

AUTHOR
Admin

Admin

Author details are not available.