Get News Alerts

Never miss breaking news updates.

કચ્છમાં કમોસમી વરસાદ: ખેડૂતોમાં ચિંતા વધી

કચ્છમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાનો વિષય જોવા મળી રહ્યો હતો. કાલે ભારે પવન સાથે અચાનક વરસાદ આવતા કચ્છ અને તેની આસપાસ વિસ્તારોમાં વરસાદ આવ્યો હતો. જેથી ખેતરમાં વાવેલું પાકનો ભારે નુકશાન થવાના કારણે ખેડૂતોમાં એક ચિતાનો વિષય બન્યો છે.
Admin
AdminUpdated on: 03 Apr 2026 12:36 PM IST
કચ્છમાં કમોસમી વરસાદ: ખેડૂતોમાં ચિંતા વધીકચ્છમાં કમોસમી વરસાદ: ખેડૂતોમાં ચિંતા વધી

કચ્છ જિલ્લામાં કમોસમી વરસાદને કારણે હવામાનમાં અચાનક પલટો જોવા મળ્યો છે. ગાંધીધામ અને અંજાર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં આજે વરસાદ વરસ્યો હતો, જ્યારે ગત રાત્રે અબડાસા વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો હતો. મુદ્રા વિસ્તારમાં હળવું ઝાપટું પડતા વાતાવરણ ઠંડું બન્યું છે. આ અચાનક પડેલા વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા વધી છે, કારણ કે પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને કાપણીના સમયમાં આવેલા આ વરસાદથી ખેતી પર અસર પડી શકે છે, જેને લઈને ખેડૂતોમાં અનિશ્ચિતતા અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

કચ્છમાં અચાનક વરસાદ આવતા ખેડૂતોમાં ભારે ચિંતાના માહોલ જોવા મળી રહ્યો હતો. જેના ખેતરમાં જે પાક ઉગાડ્યો હતો. તેને ભારે નુકશાન થવાની સ્થિતિ પેદા થઈ જશે. થોડા દિવસોથી અચાનક વાતાવરણમાં પલટો આવતા વરસાદ જેવો માહોલ જોવા મળી રહ્યો હતો. જેવામાં  કાલે રાત્રે ભારે પવન સાથે વરસાદ આવતા વિસ્તારોમાં ઠંડું બન્યું હતુ. 

AUTHOR
Admin

Admin

Author details are not available.