Get News Alerts

Never miss breaking news updates.

સુરતમાં દેશનું પ્રથમ બેરિયરલેસ ટોલનાકું, હવે ગાડી રોકવાની જરૂર નહીં પડે

સુરત દેશનું પ્રથમ બેરિયરલેસ ટોલનાકું પર હવે વાહન ચાલકોને ઉભુ રહેવુ નહી પડે લેટેસ્ટ ટેકનોલોજીના કારણે નંબર પ્લેટ સ્કિન કરીને સીધી તમારા ખાતામાંથી પૈસા કપાઈ જશે. જેના કારણે વાહન ચાલકોને ઈધન અને સમય પણ બચશે. સુરતના કામરેજ ટોલનાકું પરથી હજારોની સંખ્યમાં વાહનો પ્રસાર થતા હોય છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 01 May 2026 02:02 PM IST
સુરતમાં દેશનું પ્રથમ બેરિયરલેસ ટોલનાકું, હવે ગાડી રોકવાની જરૂર નહીં પડેસુરતમાં દેશનું પ્રથમ બેરિયરલેસ ટોલનાકું, હવે ગાડી રોકવાની જરૂર નહીં પડે

ફાઈલ ફોટો

સુરત: શહેરમાં દેશનું પ્રથમ બેરિયરલેસ ટોલનાકું તૈયાર થયું છે. કામરેજ-ચોર્યાસી ટોલનાકા પર આજ રાત્રે 12 વાગ્યાથી આ નવી સિસ્ટમ શરૂ થશે.

આ નવી વ્યવસ્થામાં વાહનચાલકોને ટોલ ચૂકવવા માટે ગાડી રોકવાની જરૂર રહેશે નહીં. હાઈટેક કેમેરા દ્વારા વાહનના નંબર પ્લેટ સ્કેન કરીને ટોલની રકમ સીધી ખાતામાંથી કપાઈ જશે.

તાઈવાનની લેટેસ્ટ ટેકનોલોજીથી તૈયાર કરાયેલા આ ટોલનાકાથી સમય અને ઈંધણ બંનેમાં બચત થશે. જો કોઈ વાહનમાં પૂરતી રકમ નહીં હોય તો વાહનમાલિકને ઈ-નોટિસ મોકલવામાં આવશે. સાથે જ 350 રૂપિયાનું માસિક પાસ પણ ઉપલબ્ધ કરાયું છે.

માહિતી મુજબ કામરેજ ટોલનાકા પરથી રોજના અંદાજે 40 હજારથી વધુ વાહનો પસાર થાય છે, જેના કારણે લાંબી લાઈનો લાગતી હતી. નવી સિસ્ટમથી ટ્રાફિક સમસ્યા ઘટશે અને મુસાફરી વધુ સરળ બનશે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.