તમિલનાડુમાં ‘થલાપતિ’નો રાજકીય ધમાકો, TVK સૌથી મોટી પાર્ટી તરીકે આગળ



ફાઈલ ફોટો
તમિલનાડુમાં ‘થલાપતિ’નો રાજકીય ધમાકો, TVK સૌથી મોટી પાર્ટી તરીકે આગળ



ફાઈલ ફોટો
તમિલનાડુ: તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પ્રારંભિક વલણોમાં સુપરસ્ટાર વિજયની પાર્ટી TVK જોરદાર પ્રદર્શન સાથે સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવી છે. માત્ર બે વર્ષ જૂની પાર્ટી 234માંથી અંદાજે 104થી વધુ બેઠકો પર લીડ મેળવી રહી છે.
આ વલણોએ સત્તાધારી DMKને મોટો ઝટકો આપ્યો છે, જે હાલ લગભગ 55 બેઠકો પર આગળ છે. રાજકીય વિશ્લેષકો અનુસાર વિજયની લોકપ્રિયતા અને નવી રણનીતિએ ચૂંટણીના સમીકરણો બદલી નાખ્યા છે.
વિજયના નિવાસસ્થાન બહાર ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યાં સમર્થકો અને નેતાઓ મોટી સંખ્યામાં અભિનંદન આપવા પહોંચી રહ્યા છે. જોકે, પરિણામ અંગે વિજય તરફથી હજી સત્તાવાર નિવેદન આવ્યું નથી.
આ વલણો દર્શાવે છે કે ‘થલાપતિ’ વિજય હવે માત્ર સિનેમામાં જ નહીં, પરંતુ રાજકારણમાં પણ મજબૂત નેતા તરીકે ઉભરી રહ્યા




