Get News Alerts

Never miss breaking news updates.

રાજકોટમાં લુખ્ખાઓનો આતંક: યુવક પર છરીથી હુમલો કરી ફરાર

રાજકોટમાં ફરી વખત આવારા તત્વોઓ આંતક સામે આવ્યો છે. નવા થોરાળા વિસ્તારમાં દારુ પીવાના મુદ્દે એક શખ્શે બીજા શખ્શને છરી વડે હુમલો કરી તેની પાસે રહેલા 2000 રૂપિયા લઈ ફરાર થઈ ગઈ હતી. જેના કારણે આસાપાસના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વાતની જાણ પોલીસને થતા તેમણે સીસીટીવીના આધારે આરોપીને પકડવા માટે ચક્રગતીમાન કર્યા છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 02 May 2026 02:07 PM IST
રાજકોટમાં લુખ્ખાઓનો આતંક: યુવક પર છરીથી હુમલો કરી ફરારરાજકોટમાં લુખ્ખાઓનો આતંક: યુવક પર છરીથી હુમલો કરી ફરાર

ફાઈલ ફોટો

રાજકોટ: શહેરમાં ફરી એકવાર આવારા તત્વોનો આતંક સામે આવ્યો છે. નવા થોરાળા વિસ્તારમાં આવેલા ગોકુળ પરા વિસ્તારમાં રાત્રિના સમયે લુખ્ખાઓએ હાહાકાર મચાવ્યો હતો અને જાહેરમાં પોલીસને પડકાર ફેંકતા નજરે પડ્યા હતા.

મળતી માહિતી મુજબ, દીપક ચાવડા નામના શખસે દારૂ પીવાના પૈસા માગતા શૈલેષ સાગઠીયા નામના યુવક સાથે ઝઘડો કર્યો હતો. બાદમાં દીપક ચાવડાએ યુવક પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલા બાદ આરોપીએ શૈલેષ પાસેથી રૂ. 2000 લૂંટી લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે, જે પોલીસ માટે મહત્વપૂર્ણ પુરાવા બની શકે છે. હુમલામાં ઘાયલ થયેલા શૈલેષ સાગઠીયાને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ઘટનાની જાણ થતાં થોરાળા પોલીસ તાત્કાલિક હરકતમાં આવી છે અને આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.