સુરતમાં ભારે પવનનો કહેર: ભારેખમ બોર્ડ તૂટી પડતા યુવકનું મોત



સુરતમાં ભારે પવનનો કહેર: ભારેખમ બોર્ડ તૂટી પડતા યુવકનું મોત



સુરતમાં કાલે મોડી રાત્રે બારે પવન ફૂકાતાના કારણે પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા શાયોના પ્લાઝા ભારે ભરખમ બોર્ડ તૂટી પડતા એક યુવકનું મોત થયુ હતુ. તે મૃતદેહને સમીર હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. આ વાતની જાણ પોલીસ દ્વારા કરવામાં આવી ત્યારે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
કાલે બપોરથી સમગ્ર ગુજરાતમાં વાતાવરણનો પલટો આવ્યો હતો. તેના કારણે ઠેર ઠેર ભારે પવન સાથે અમુક જગ્યાએ વરસાદ પણ વરસ્યો હતો. તેવામાં સુરત શહેરમાં પર્વત પાટિયા વિસ્તારમાં કાલે રાત્રે અચાનક ભારે પવન ફૂકાતા પર્વત પાટિયા વિસ્તારમાં ભરખમ બોર્ડ એક યુવક પર પડતા તેને ઘટના સ્થળ પર મોત થયુ હતુ. જ્યારે આ બોર્ડ તે યુવક પર પડ્યુ ત્યારે તાત્કાલિક તેની મદદ માટે આસપાસના લોકો દોડી આવ્યા હતા. અને તાત્કાલિક 108 મારફતે તેને નજીકની હોસ્પિટલ લઈ જાય તે પહેલા તેનું ઘટના સ્થળ પર મોત થઈ ગયુ હતુ. આ વાતની જાણ પોલીસને કરતા તેવો ઘટના સ્થળ પર આવી પહોંચીને તપાસ હાથ ધરી હતી.
આ ઘટનાને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમનું કહેવુ છે કે આવા પ્રકારની ભારે પવન કે વાવાઝોડુ આવતુ હોય ત્યારે મનપાએ જે જાહેર રસ્તાઓ ઉપર લાગેલા ભારેખમ બોર્ડની તપાસ કરવી જોઈએ જેના કારણે કોઈ નિર્દોષ જીવના જાયા.




