Get News Alerts

Never miss breaking news updates.

દિલ્હી વિધાનસભામાં સુરક્ષા ભંગ: બેરિયર તોડી કાર અંદર ઘૂસી

દિલ્હી વિધાનસભાની સુરક્ષાને લઈને મોટી ચૂક સામે આવી છે. આજે બપોરે વિધાનસભાની અંદર બેરિયર તોડીને કાર સીધી અંદર ઘૂસી ગઈ હતી. જેના કારણે અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો. આ કારનો નંબર પ્લેટ યુપીનો છે. જેના દ્વાર કારના માલિકની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા આ કારમાં કોઈપણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ કે વિસ્ફોટક મળી આવ્યુ હતુ નહી.
Admin
AdminUpdated on: 06 Apr 2026 10:56 AM IST
દિલ્હી વિધાનસભામાં સુરક્ષા ભંગ: બેરિયર તોડી કાર અંદર ઘૂસીદિલ્હી વિધાનસભામાં સુરક્ષા ભંગ: બેરિયર તોડી કાર અંદર ઘૂસી

દિલ્હી : દિલ્હીની વિધાનસભામાં આજે સુરક્ષાને લઈને મોટી ચૂક સામે આવી હતી. આજે બપોરે વિધાનસભાની અંદર એક કાર બેરિયર તોડીની અંદર ઘૂસી ગઈ હતી. તે કારની નંબર પ્લેટ  યુપીની નંબર જોવા મળી હતી. જ્યારે કાર ડ્રાઈવર વિધાનસભા અધ્યક્ષ વિજેન્દ્ર ગુપ્તાના કાર્યાલયની બહાર એક ગુલદસ્તો મુકવામાં આવ્યો. ત્યારબાદ આરોપી  સ્પીકર ઓફિસની બહાર મૂકીને ફરાર થઈ ગયો હતો. જ્યારે આબનાવ બન્યો ત્યારે સુરક્ષા એજન્સી સંતર્ક થઈ ગઈ હતી. ને કારની તપાસ હાલ ચાલુ કરી દેવામાં આવી છે.

દિલ્હી વિધાનસભામાં આજે મોટી ચૂક જોવા મળી છે. જેના કારણે આખા વિધાનસભા ખાલી કરી દેવામાં આવ્યુ છે. આજે બપોરે અચાનક વીવીઆઈપી ગેટની એન્ટ્રી કરીને યુપી નંબર પ્લેટ વાડી ગાડી બેરિયર તોડીને કાર સીધી અંદર ઘૂસી ગઈ હતી. જેને લઈને અફરા તફરીનો માહોલ જોવા મળી રહ્યો હતો. જ્યારે કાર અંદર ઘૂસી ત્યારે ડ્રાઈવર વિધાનસભા અધ્યક્ષ વિજેન્દ્ર ગુપ્તાના કાર્યાલયની બહાર એક ગુલદસ્તો મુકવામાં આવ્યો. ત્યારબાદ આરોપી  સ્પીકર ઓફિસની બહાર મૂકીને ફરાર થઈ ગયો હતો.

આ જોતા પોલીસ કર્મી તાત્કાલિક ઘટના સ્થળ પર દોડીને દોડીને વીઆઈપી ઓફિસની બહાર આવી પહોંચ્યા હતા.જ્યારે કારની તપાસ ચાલુ કરી દેવામાં આવી હતી. 

આ પણ વાંચો: યુદ્ધ અટકાવવા માટે છેલ્લો પ્રયાસ! US-ઈરાન યુદ્ધવિરામ વાટાઘાટો તીવ્ર, 48 કલાક મહત્વપૂર્ણ

જ્યારે કાર ચાલકે વીઆઈપી ગ્રેટથી એન્ટ્રી કરીને બેરિયર તોડીને અંદર ઘુસ્યો ત્યારે ચારે બાજુ અફરા તફરીનો માહોલ જોવા મળી રહ્યો હતો. અને કાર ચાલક ઘટના સ્થળ પરથી તાત્કાલિક ફરાર થઈ ગયો હતો. પોલીસ દ્વારા કાર ચાલક કોણ હતો અને ક્યાથી આવ્યો હતો. તેની પોલીસ દ્વારા તપાસ ચાલુ કરી દેવામાં આવી છે.

જ્યારે ગુલદસ્તાના અંદર પોલીસે તપાસ કરતા કોઈપણ પ્રકારની શંકાસ્પદ વસ્તુઓ મળી આવી હતી નહી. પરંતુ આ કાર ચાલક કોણ હતુ તેની તેના તપાસ સીસીટીવી દ્વારા કરવામાં આવી રહી છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.