અમદાવાદમાં સિઝનનો સર્વોચ્ચ તાપમાન 44.8°C, ગુજરાતમાં હીટવેવ જેવી પરિસ્થિતિ



ફાઈલ ફોટો
અમદાવાદમાં સિઝનનો સર્વોચ્ચ તાપમાન 44.8°C, ગુજરાતમાં હીટવેવ જેવી પરિસ્થિતિ



ફાઈલ ફોટો
અમદાવાદ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે. રવિવારે અમદાવાદમાં તાપમાન 44.8 ડિગ્રી નોંધાયું, જે સામાન્ય કરતાં 3.2 ડિગ્રી વધુ છે અને આ સિઝનનું અત્યાર સુધીનું સૌથી ઊંચું તાપમાન ગણાયું છે. રાજ્યના અનેક શહેરોમાં તાપમાન 44 ડિગ્રી પાર જતા હીટવેવ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે.

અમદાવાદની સાથે અમરેલીમાં 44.5 ડિગ્રી, રાજકોટમાં 44.4 ડિગ્રી અને ગાંધીનગરમાં 44.2 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે ભુજમાં 43.8, વડોદરામાં 43.0 અને ડીસામાં 42.8 ડિગ્રી નોંધાતા લોકો ગરમીથી ત્રસ્ત બન્યા છે. દક્ષિણ ગુજરાતમાં સુરતમાં 41.6 ડિગ્રી તાપમાન નોંધાયું, જે સામાન્ય કરતાં 4.5 ડિગ્રી વધુ છે, જેના કારણે ભેજ સાથે અકળામણમાં વધારો થયો છે.
બીજી તરફ દરિયાકાંઠાના વિસ્તારોમાં દરિયાઈ પવનના કારણે તાપમાન થોડું ઓછું રહ્યું છે. દ્વારકા ખાતે 32.8 ડિગ્રી અને દીવમાં 34.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જોકે આંતરિક વિસ્તારોમાં સૂકી ગરમીનો પ્રભાવ વધુ જોવા મળી રહ્યો છે.
અમદાવાદમાં સવારે 59 ટકા રહેલો ભેજ સાંજ સુધીમાં ઘટીને 12 ટકા થઈ ગયો, જેના કારણે ગરમીનો પ્રકોપ વધુ તીવ્ર બન્યો છે. વધતા તાપમાનને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં હીટવેવ જેવી સ્થિતિ સર્જાઈ રહી છે અને આગામી દિવસોમાં પણ તાપમાન ઊંચું રહેવાની શક્યતા વચ્ચે તંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.




