બિહારમાં રાજકોટના વેપારીને નિશાન બનાવી 25 કરોડનું સોનું લૂંટાયું



AI Image
બિહારમાં રાજકોટના વેપારીને નિશાન બનાવી 25 કરોડનું સોનું લૂંટાયું



AI Image
બિહાર: બિહારમાં રાજકોટના સોનાના વેપારીને નિશાન બનાવી આશરે 25 કરોડ રૂપિયાનું સોનું લૂંટી લેવામાં આવ્યું હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. રાજકોટની કે.વી. એન્ડ સન્સ પેઢીના બે કર્મચારીઓ ડિલિવરી માટે બિહાર ગયા હતા, જ્યાં તેઓ લૂંટારૂઓના નિશાન બન્યા હતા.
માહિતી અનુસાર મહેશ મામતોરા અને પ્રિન્સ રાણપારીયા સોનાની ડિલિવરી આપવા માટે બિહાર ગયા હતા. તેઓ રેલ્વે સ્ટેશન પર ઉતરતા જ બાઈક અને કારમાં આવેલા આશરે 8 જેટલા શખ્સોએ તેમને ઘેરી લીધા હતા. લૂંટારૂઓએ પોતાની ઓળખ કસ્ટમ વિભાગના અધિકારીઓ તરીકે આપી બંને કર્મચારીઓને કારમાં બેસાડી અપહરણ કર્યું હતું.
ત્યારબાદ આરોપીઓએ બંને પાસેથી મોટી માત્રામાં સોનું લૂંટી લીધું અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટનાએ વેપારી વર્ગમાં ચિંતા ફેલાવી છે, કારણ કે ડિલિવરી દરમિયાન સુરક્ષાના મુદ્દા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતાં જ બિહાર પોલીસ હરકતમાં આવી હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસે લૂંટમાં વપરાયેલ કાર કબજે કરી છે અને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે અને લૂંટારૂઓને ઝડપી પાડવા માટે ટીમો કાર્યરત છે.




