Get News Alerts

Never miss breaking news updates.

પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વામાં આત્મઘાતી હુમલો, 2 પોલીસકર્મી સહિત 8ના મોત; 35 ઘાયલ

Khyber Pakhtunkhwa Terror Attack: ઉત્તર પશ્ચિમી પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં આત્મઘાતી હુમલો થયો છે. લક્કી મારવત જિલ્લાના નૌરંગ બજારમાં થયેલા બ્લાસ્ટને કારણે મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. આ હુમલામાં બે સુરક્ષા અધિકારીઓ અને એક મહિલા સહિત આઠ લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 35થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. પોલીસે આ મામલે વધુ જાણકારી આપી હતી.
Admin
AdminUpdated on: 12 May 2026 02:22 PM IST
પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વામાં આત્મઘાતી હુમલો, 2 પોલીસકર્મી સહિત 8ના મોત; 35 ઘાયલપાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વામાં આત્મઘાતી હુમલો, 2 પોલીસકર્મી સહિત 8ના મોત; 35 ઘાયલ

Khyber Pakhtunkhwa Terror Attack: ઉત્તર પશ્ચિમી પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં આત્મઘાતી હુમલો થયો છે. લક્કી મારવત જિલ્લાના નૌરંગ બજારમાં થયેલા બ્લાસ્ટને કારણે મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. આ હુમલામાં બે સુરક્ષા અધિકારીઓ અને એક મહિલા સહિત આઠ લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 35થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. પોલીસે આ મામલે વધુ જાણકારી આપી હતી.

આ દરમિયાન જિલ્લા પોલીસના એક અધિકારીએ જણાવ્યુ હતુ કે, આત્મઘાતી હુમલાખોરે રિક્શામાં વિસ્ફોટક ભર્યો હતો અને નૌરંગ બજારમાં આવીને ધડાકો કર્યો હતો. અધિકારીએ જણાવ્યુ હતુ કે, મૃતકોમાં બે પોલીસકર્મીઓ સહિત એક મહિલા પણ સામેલ છે. જ્યારે 35 લોકો ઇજાગ્રસ્ત થયા છે. તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

કેટલાક લોકોની ગંભીર હાલતને કારણે તેમને બન્ની તથા પેશાવરની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલમાં આપાતકાલની જાહેરાત કરવામાં આવી છે અને તમામ ચિકિત્સા કર્મચારીઓને બોલાવી લેવામાં આવ્યા છે. ‘રેસ્ક્યૂ 1122’ના પ્રવક્તા શાહદાબ ખાને જણાવ્યુ હતુ કે, રાહત કાર્ય માટે એમ્બ્યુલન્સ અને અલગ ટીમો ઘટનાસ્થળે મોકલી દેવામાં આવી છે.

ખૈબર પખ્તૂનખ્વાના મુખ્યમંત્રી મોહમ્મદ સુહૈલ અફરીદીએ વિસ્ફોટ અંગે જાણકારી મેળવી હતી અને પોલીસ કમિનશરને આ સમગ્ર મામલે વિસ્તૃત રિપોર્ટ સોંપવા માટે આદેશ આપ્યો છે. તેમણે કહ્યુ કે, આ કપરા સમયમાં અમે મૃતકોના પરિવાર સાથે છીએ અને પ્રાંતીય સરકાર તેમને દરેક સંભવ સહાયતા આપશે.

AUTHOR
Admin

Admin

Author details are not available.