PM મોદી નોર્વે પહોંચ્યા: ઓસ્લોમાં ભવ્ય સ્વાગત, ભારત-નોર્વે સંબંધોમાં નવી ઊર્જાની આશા



PM મોદી નોર્વે પહોંચ્યા: ઓસ્લોમાં ભવ્ય સ્વાગત, ભારત-નોર્વે સંબંધોમાં નવી ઊર્જાની આશા



નોર્વે: ઓસ્લોમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નોર્વે પહોંચતાં જ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. એરપોર્ટ પર નોર્વેના વડાપ્રધાન જોનાસ ગાર સ્ટોરે સ્વયં હાજર રહી તેમને આવકાર્યા હતા. આ મુલાકાતને ભારત-નોર્વે સંબંધોમાં મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે.
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર લખ્યું કે લાંબા સમય બાદ ભારતના વડાપ્રધાન સ્તરની આ મુલાકાત બંને દેશોની મિત્રતાને નવી ઊર્જા આપશે.
આ પ્રવાસ દરમિયાન પીએમ મોદી નોર્વેના રાજા હેરાલ્ડ પંચમ અને રાણી સોન્યા સાથે મુલાકાત કરશે તેમજ દ્વિપક્ષીય બેઠકમાં ભાગ લેશે. સાથે જ તેઓ ભારત-નોર્ડિક સમિટમાં પણ સામેલ થશે.
ભારત અને નોર્વે વચ્ચે વેપાર, રોકાણ અને ગ્રીન એનર્જી સહિત અનેક ક્ષેત્રોમાં સહકાર વધવાની શક્યતા છે. આ મુલાકાતને બંને દેશોના સંબંધોને વધુ મજબૂત બનાવતી ઐતિહાસિક પગલું માનવામાં આવી રહ્યું છે.




