છત્તીસગઢના કાંકેરમાં IED બ્લાસ્ટ, DRGના ચાર જવાન શહીદ



છત્તીસગઢના કાંકેરમાં IED બ્લાસ્ટ, DRGના ચાર જવાન શહીદ



Kanker IED Blast Chhattisgarh: છત્તીસગઢના કાંકેર અને નારાયણપુર જિલ્લાની સરહદ પર શનિવારે એક ભયાનક IED બ્લાસ્ટ થયો છે. આ દુર્ઘટનામાં ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG) ના ચાર બહાદુર જવાન શહીદ થયાના સમાચાર મળી રહ્યા છે. આઈજી બસ્તર પી સુંદરરાજે જણાવ્યું હતું કે સુરક્ષા દળો સતત માઓવાદીઓના ડમ્પ મેળવી રહ્યા છે, જેમાં આઈઈડી, શસ્ત્રો, દારૂગોળો, શેલ અને અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે.
ઓપરેશન દરમિયાન થયો વિસ્ફોટ
બસ્તર રેન્જના આઈજી પી સુંદરરાજે ઘટના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, સુરક્ષા દળો સતત માઓવાદીઓના છુપા અડ્ડાઓ અને ત્યાં સંગ્રહિત વિસ્ફોટકો શોધી રહ્યા છે. શનિવારે જ્યારે સુરક્ષા દળોની ટીમ નારાયણપુર અને કાંકેર સરહદે આવેલા જંગલ વિસ્તારમાં નક્સલીઓનો ડમ્પ (જથ્થો) જપ્ત કરવા ગઈ હતી ત્યારે આ ઘટના બની હતી.
ઓપરેશન દરમિયાન ટીમે મોટી સંખ્યામાં ઈલેક્ટ્રોનિક સામાન અને દારૂગોળો જપ્ત કર્યો હતો. જોકે, અન્ય એક ડમ્પની તપાસ કરતી વખતે નક્સલીઓ દ્વારા અગાઉથી પ્લાન્ટ કરવામાં આવેલો IED જોરદાર ધડાકા સાથે ફાટી નીકળ્યો હતો, જેમાં ચાર જવાનોએ જીવ ગુમાવ્યા હતા.
નક્સલીઓ વિરુદ્ધ કાર્યવાહી તેજ
આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં વધારાની કુમક મોકલી આપવામાં આવી છે અને આસપાસના જંગલોમાં સર્ચ ઓપરેશન તેજ કરી દેવામાં આવ્યું છે. સુરક્ષા દળો સતત માઓવાદીઓના હથિયારો, દારૂગોળો અને IED રિકવર કરી રહ્યા છે, જેનાથી અકળાયેલા નક્સલીઓએ આ પ્રકારના કાયરતાપૂર્ણ હુમલાનો સહારો લીધો હોવાનું માનવામાં આવે છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com



