મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ, જાણો અત્યાર સુધીની સૌથી મોટી યોજનાઓ



મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ, જાણો અત્યાર સુધીની સૌથી મોટી યોજનાઓ



PM Narendra Modi Government Yojana: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારને આજે 12 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. 12 વર્ષ પહેલાં તેમણે 26 મે, 2014ના રોજ વડાપ્રધાન પદના શપથ લીધા હતા અને પહેલીવાર દેશના શાસનની ધૂરા સંભાળી હતી.
ગત 12 વર્ષમાં PM નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે સામાન્ય લોકોના કલ્યાણ અને સમૃદ્ધિ માટે કેટલાક મહત્વના પગલાં લીધા છે. આવો એક નજર કરીએ એ મોટી 11 યોજનાઓ પર કે, જેણે દેશની તસવીર બદલી અને જનજીવનમાં મોટો બદલાવ કર્યો છે.
1. પ્રધાનમંત્રી જનધન યોજના
આ યોજનાએ દેશના છેવાડાના ગામ સુધી બેકિંગ સેવા પહોંચાડી છે. આ યોજનાને દેશની સૌથી મોટી ફાયનાન્સિયલ સ્કિમમાં ગણવામાં આવે છે. આ યોજનાથી 55 કરોડ ગરીબોના ઝીરો બેન્ક બેલેન્સવાળા ખાતા ખોલવામાં આવ્યા છે. જેનાથી સરકારી યોજનાઓના પૈસા સીધા લોકોના ખાતામાં પહોંચવા લાગ્યા છે અને ભ્રષ્ટાચારમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.
2. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના
આ યોજનાએ દેશના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતી મહિલાઓની જિંદગી બદલવાનું કામ કર્યું છે. પહેલાં મહિલાઓને ધુમાડામાં ખાવાનું બનાવવું પડતું હતું. આ યોજનાથી અત્યાર સુધીમાં દેશની 10 કરોડ 35 લાખ મહિલાઓને મફત ગેસ કનેક્શન આપવામાં આવ્યું છે. જેનાથી તેમના સ્વાસ્થ્યમાં પણ સુધારો થયો છે.
3. આયુષમાન ભારત યોજના
આ યોજના દુનિયાની સૌથી મોટી હેલ્થ ઇન્સ્યોરન્સ સ્કિમમાં સામેલ છે. કેન્સર, હાર્ટ સર્જરી અને અન્ય નાની મોટી બીમારીઓમાં આ યોજના ગરીબો માટે જીનવદાતા બની છે. આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 9 કરોડથી વધુ ફ્રી ટ્રિટમેન્ટ કરવામાં આવી છે. ગરીબ પરીવારોને આ યોજના હેઠળ વાર્ષિક 5 લાખનું મફત ઇલાજ મળે છે.
4. સ્વચ્છ ભારત મિશન
2 ઓક્ટોબર 2014ના દિવસે આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. ગત વર્ષોમાં આ યોજના એક મોટા સમાજિક બદલાવનું કારણ બની છે. દેશભરમાં ગામ અને શહેરોમાં 12 કરોડ શૌચાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં મહિલાઓને સમન્માનજનક જીવન આપવા માટે આ યોજના ક્રાંતિકારી સાબિત થઈ છે.
5. જલ જીવન મિશન
દરેક ઘરમાં જળ પહોંચવા માટે આ યોજના 2019માં શરૂ કરવમાં આવી હતી. આ યોજના અંતર્ગત દેશના 15 કરોડથી વધુ ઘરોમાં નળના માધ્યમથી પાણી પહોંચાડ્યું છે. જેનાથી મહિલાઓનું જીવન સરળ બન્યું છે અને દૂષિત પાણીથી થતી બીમારીઓ ઘટી ગઈ છે.
6. પ્રધાનમંત્રી મુદ્રા યોજના
આ યોજનાથી યુવાનો અને મહિલાઓનું ઉદ્યમી બનવાનું સપનું પૂરું થયું છે. તેના માધ્યમથી નાના વેપારી, યુવાઓ અમને મહિલાઓને કોઈપણ ગેરંટી વગર લોન આપવામાં આવે છે. અત્યાર સુધીમાં આ યોજના અંતર્ગત 32 લાખ કરોડથી વધુની લોન આપવામાં આવી છે. તેના લાભાર્થીઓમાં 70 ટકાથી વધુ મહિલાઓ છે.
7. સ્ટાર્ટઅપ ઇન્ડિયા યોજના
2016માં આ યોજના લોન્ચ કરવામાં આવી હતી. આ યોજનાએ દેશમાં આંત્રપ્રિન્યોરશિપને નવી ઓળખાણ આપી છે. આ યોજના અંતર્ગત દેશમાં 1.76 લાખથી વધુ સ્ટાર્ટઅપ ચાલુ કરવામાં આવ્યા છે. જેનાથી ભારત દુનિયાનું ત્રીજા નંબરનું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બની ગયું છે.
8. પ્રધાનમંત્રી આવાસ યોજના
મોદી સરકારે આ યોજનાની શરૂઆત 2015માં કરી હતી. જેનો ઉદ્દેશ્ય દરેક ગરીબ પરિવારને પાક્કુ ઘર આપવાનો હતો. ખાસ કરીને, ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં આ યોજના અંતર્ગત 4 કરોડથી વધુ ઘરો ગરીબોને આપ્યા છે. ખાસ વાત એ છે કે, આ યોજનામાં મહિલાઓને પ્રાથમિકતા આપવામાં આવે છે.
9. પ્રધાનમંત્રી ડિજિટલ ઇન્ડિયા
2015માં ડિજિટલ ઇન્ડિયા સ્કિમની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતને ડિજિટલ રૂપે સશક્ત અર્થવ્યવસ્થામાં બદલવાનો છે. આ યોજના અંતર્ગત દેશની 2.14 લાખથી વધુ ગ્રામપંચાયતોને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી આપવામાં આવી છે. આ યોજનાએ સરકારી સેવાઓ સુધી પહોંચવામાં મોટો બદલાવ કર્યો છે.
9. પીએમ કિસાન સન્માન નિધિ
મોદી સરકારે પીએમ કિસાન સન્માન નિધિના માધ્યમથી લાભાર્થી ખેડૂતોના એકાઉન્ટમાં 6 હજાર રૂપિયા સીધા ટ્રાન્સફર કરે છે. નાના ખેડૂતોના આર્થિક સશક્તિકરણમાં આ યોજના ખૂબ જ પ્રભાવિત સાબિત છે. અત્યાર સુધીમાં કિસાન સન્માન નિધિ યોજનાના 22 હપ્તાઓ આપવામાં આવ્યા છે, 9 કરોડથી વધુ ખેડૂતોને આ યોજનાનો લાભ મળે છે.
10. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના
મોદી સરકાર દ્વારા 2024માં શરૂ કરવામાં આવેલી પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના એક રૂફટોપ સોલાર સ્કિમ છે. આ અંતર્ગત સરકાર લોકોને ઘરની છત પર સોલાર પેનલ લગાવવા માટે સબસીડી આપે છે. અત્યાર સુધીમાં આ યોજના અંતર્ગત 26 લાખથી વધુ પરિવારોને લાભ મળ્યો છે.
11. પીએમ જનઔષધિ કેન્દ્ર
મોદી સરકારે દેશભરમાં 16 હજારથી વધુ પીએમ જનઔષધિ કેન્દ્રો ખોલ્યા છે. જેમાં દેશના સામાન્ય માણસને બ્રાન્ડેડ દવાઓની તુલનામાં 50થી 90 ટકા સસ્તી અને ઉચ્ચ ગુણવત્તાવાળી જેનેરિક દવાઓ આપવામાં આવે છે. આ યોજનાએ ગરીબોના ઇલાજનો ખર્ચો ઘટાડ્યો છે અને તેમનું જીવન સરળ બનાવ્યું છે.




