LSG vs DC: દિલ્હીએ લખનૌને 6 વિકેટે હરાવ્યું, રિઝવી-સ્ટબ્સની ધૂંઆધાર બેટિંગ



ફાઇલ તસવીર
LSG vs DC: દિલ્હીએ લખનૌને 6 વિકેટે હરાવ્યું, રિઝવી-સ્ટબ્સની ધૂંઆધાર બેટિંગ



ફાઇલ તસવીર
LSG vs DC: દિલ્હી કેપિટલ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 6 વિકેટે હરાવ્યું છે. દિલ્હીએ 142 રનનો ટાર્ગેટ 17.1 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો છે. સમીર રિઝવી અને સ્ટબ્સે દિલ્હીની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. સમીર રિઝવીએ દિલ્હીની જીતને ફાઇનલ ટચ આપ્યો હતો. અબ્દુલ સમદના બોલ પર શાનદાર છગ્ગો ફટકારીને મેચનો અંત કર્યો હતો. આ આરામદાયક જીત સાથે દિલ્હીએ સિઝનની મજબૂત શરૂઆત કરી છે.
બંને ટીમો આજે તેમના કેટલાક મુખ્ય વિદેશી ખેલાડીઓ વિના રમી રહી છે. લખનૌ સુપર જાયન્ટ્સને શ્રીલંકાના સ્પિનર વાનિન્દુ હસરંગાની ખોટ સાલશે, જે હરાજીમાં ખરીદાયા પછી હજુ સુધી ટીમમાં જોડાયા નથી. આ દરમિયાન દિલ્હી કેપિટલ્સને અનુભવી ઓસ્ટ્રેલિયન ઝડપી બોલર મિશેલ સ્ટાર્કની ઈજાથી મોટો ફટકો પડ્યો છે.
પહેલી ઇનિંગની વાત કરીએ તો, લખનૌએ દિલ્હી માટે 142 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા લખનૌએ 20 ઓવરમાં 10 વિકેટે 141 રન બનાવ્યા હતા. તેમના તરફથી અબ્દુલ સમદે સૌથી વધુ 36 રન બનાવ્યા હતા. દિલ્હી તરફથી લુંગી ઇન્ગિડી અને ટી નટરાજને ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી, જ્યારે કુલદીપ યાદવે બે વિકેટ અને અક્ષર પટેલે એક વિકેટ લીધી હતી.
લખનઉ સુપરજાયન્ટ્સ (LSG): રિષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), મિચેલ માર્શ, એડન માર્કરમ, નિકોલસ પૂરન, આયુષ બદોની, અબ્દુલ સમદ, મુકુલ ચૌધરી, મોહસિન ખાન, મોહમ્મદ શમી, એનરિક નોર્કિયા, પ્રિન્સ યાદવ.
ઇમ્પેક્ટ પ્લેયર્સ: દિગ્વેશ રાઠી, આવેશ ખાન, હિંમત સિંહ, શાહબાઝ અહમદ, અક્ષત રઘુવંશી.
દિલ્હી કેપિટલ્સ (DC): અક્ષર પટેલ (કેપ્ટન), કેએલ રાહુલ (વિકેટકીપર), પથુમ નિસાંકા, નીતિશ રાણા, ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવિડ મિલર, વિપરાજ નિગમ, કુલદીપ યાદવ, લુંગી એન્ગિડી, મુકેશ કુમાર, થંગારસુ નટરાજન.
ઇમ્પેક્ટ પ્લેયર્સ: આશુતોષ શર્મા, આકિબ નબી, સમીર રિઝવી, દુષ્મંથા ચમીરા, કરુણ નાયર.




