Get News Alerts

Never miss breaking news updates.

LSG vs DC: લખનૌએ દિલ્હીને 142 રનનો ટાર્ગેટ આપ્યો

LSG vs DC LIVE: IPL 2026નો ઉત્સાહ ચરમસીમાએ છે. સિઝનની પાંચમી મેચમાં ઋષભ પંતની આગેવાની હેઠળ લખનૌ સુપર જાયન્ટ્સ અક્ષર પટેલની દિલ્હી કેપિટલ્સ સામે રમી રહી છે. ભારતરત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાનારી આ મેચ બંને ટીમો માટે સિઝનની શરૂઆત છે. જેમાં જીત અને બે પોઈન્ટ તેમનો મુખ્ય ધ્યેય છે. દિલ્હી કેપિટલ્સના કેપ્ટન અક્ષર પટેલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
Admin
AdminUpdated on: 01 Apr 2026 09:44 PM IST
LSG vs DC: લખનૌએ દિલ્હીને 142 રનનો ટાર્ગેટ આપ્યોLSG vs DC: લખનૌએ દિલ્હીને 142 રનનો ટાર્ગેટ આપ્યો

ફાઇલ તસવીર

LSG vs DC LIVE: IPL 2026નો ઉત્સાહ ચરમસીમાએ છે. સિઝનની પાંચમી મેચમાં ઋષભ પંતની આગેવાની હેઠળ લખનૌ સુપર જાયન્ટ્સ અક્ષર પટેલની દિલ્હી કેપિટલ્સ સામે રમી રહી છે. ભારતરત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાનારી આ મેચ બંને ટીમો માટે સિઝનની શરૂઆત છે. જેમાં જીત અને બે પોઈન્ટ તેમનો મુખ્ય ધ્યેય છે. દિલ્હી કેપિટલ્સના કેપ્ટન અક્ષર પટેલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

પહેલી ઇનિંગની વાત કરીએ તો, લખનૌએ દિલ્હી માટે 142 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા લખનૌએ 20 ઓવરમાં 10 વિકેટે 141 રન બનાવ્યા હતા. તેમના તરફથી અબ્દુલ સમદે સૌથી વધુ 36 રન બનાવ્યા હતા. દિલ્હી તરફથી લુંગી ઇન્ગિડી અને ટી નટરાજને ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી, જ્યારે કુલદીપ યાદવે બે વિકેટ અને અક્ષર પટેલે એક વિકેટ લીધી હતી.

લખનઉ સુપરજાયન્ટ્સ (LSG): રિષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), મિચેલ માર્શ, એડન માર્કરમ, નિકોલસ પૂરન, આયુષ બદોની, અબ્દુલ સમદ, મુકુલ ચૌધરી, મોહસિન ખાન, મોહમ્મદ શમી, એનરિક નોર્કિયા, પ્રિન્સ યાદવ.

ઇમ્પેક્ટ પ્લેયર્સ: દિગ્વેશ રાઠી, આવેશ ખાન, હિંમત સિંહ, શાહબાઝ અહમદ, અક્ષત રઘુવંશી.

દિલ્હી કેપિટલ્સ (DC): અક્ષર પટેલ (કેપ્ટન), કેએલ રાહુલ (વિકેટકીપર), પથુમ નિસાંકા, નીતિશ રાણા, ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવિડ મિલર, વિપરાજ નિગમ, કુલદીપ યાદવ, લુંગી એન્ગિડી, મુકેશ કુમાર, થંગારસુ નટરાજન.

ઇમ્પેક્ટ પ્લેયર્સ: આશુતોષ શર્મા, આકિબ નબી, સમીર રિઝવી, દુષ્મંથા ચમીરા, કરુણ નાયર.

AUTHOR
Admin

Admin

Author details are not available.