કેરોસીન હવે પેટ્રોલ પંપ પરથી પણ મળશે , કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય



AI Image
કેરોસીન હવે પેટ્રોલ પંપ પરથી પણ મળશે , કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય



AI Image
નવી દિલ્હી: ભારત સરકારે રવિવારે એક સીમાચિહ્નરૂપ નિર્ણય લેતા જાહેર કર્યું છે કે હવે રેશનિંગ દુકાનોથી ઉપરાંત પસંદગીના પેટ્રોલ પંપો પરથી પણ કેરોસીનનું વિતરણ કરવામાં આવશે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને ઈઝરાયેલ-ઈરાન સંઘર્ષને લીધે ઊર્જાની કટોકટીનો સામનો કરવા માટે કેન્દ્ર સરકારે આ પગલું ભરી રહ્યું છે.
સરકારી ઓઈલ કંપનીઓને નિર્ધારિત પેટ્રોલ પંપ પર સ્ટોક રાખવાની અને વેચાણ કરવાની મંજૂરી. દરેક જિલ્લામાં મહત્તમ બે પેટ્રોલ પંપને આ યોજના હેઠળ પસંદ કરવામાં આવશે. જાહેર વિતરણ પ્રણાલી (PDS)માં સપ્લાય ચેઈન મજબૂત કરવા માટે 60 દિવસ માટે વિશેષ છૂટછાટ આપવામાં આવી.
ઉદ્દેશ્ય: જરૂરિયાતમંદ પરિવારો સુધી સમયસર ઈંધણ પહોંચાડવું. કેરોસીન વિતરણ માટે મુખ્ય શરતો
ઉપયોગ: માત્ર રસોઈ અને પ્રકાશ માટે. સ્ટોક મર્યાદા: એક સમયે 5,000 લિટરથી વધુ નહીં. સુરક્ષા: તમામ સલામતી ધોરણોનું પાલન ફરજિયાત.
રેક્ડિંગ: સ્ટોક અને વિતરણનો સંપૂર્ણ હિસાબ રાખવો પડશે. તપાસ: વહીવટીતંત્ર દ્વારા સ્ટોકની ઓચિંતી તપાસ કોઈપણ સમયે થઈ શકે છે.
નિયમોમાં રાહત વિતરણ એજન્ટો અને ડીલરોને લાયસન્સ પ્રક્રિયામાં છૂટછાટ.
ટેન્કરોમાંથી કેરોસીન ઉતારવાના નિયમો સરળ બનાવાયા. આ વ્યવસ્થા અસ્થાયી છે અને હાલની ઊર્જા કટોકટીને ધ્યાનમાં રાખીને અમલમાં આવી. ક્રૂડ ઓઈલ અને ગેસ પુરવઠાની સ્થિતિ
દેશની તમામ રિફાઇનરીઓ પૂર્ણ ક્ષમતા પર કાર્યરત. પેટ્રોલ-ડીઝલ પુરવઠો સામાન્ય. ઘરેલું એલપીજીનું ઉત્પાદન વધારાયું, ઓનલાઇન બુકિંગ 94% પૂર્ણ. સીએનજી-પીએનજી ગ્રાહકોને 100% પુરવઠો. વધારાના 48,000 કિલો લિટર કેરોસીન રાજ્યોને ફાળવાયા.




