Get News Alerts

Never miss breaking news updates.

ભારત-નૉર્વે વચ્ચે ગ્રીન એનર્જી અને ઓફશોર વિન્ડ સહિત 5 મોટા વ્યૂહાત્મક કરારો થયા, ટેક્નોલોજી સહકારને મળશે નવી દિશા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની નૉર્વે મુલાકાત દરમિયાન ભારત અને નૉર્વે વચ્ચે ગ્રીન એનર્જી, ઓફશોર વિન્ડ, મેરિટાઇમ ટેક્નોલોજી અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં પાંચ મોટા વ્યૂહાત્મક કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. બંને દેશો વચ્ચે થયેલા આ કરારોને ભવિષ્યમાં ટેક્નોલોજી, સંશોધન અને નવીન ઊર્જા ક્ષેત્રે ઐતિહાસિક ભાગીદારી તરીકે જોવામાં આવી રહ્યા છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 19 May 2026 03:36 PM IST
ભારત-નૉર્વે વચ્ચે ગ્રીન એનર્જી અને ઓફશોર વિન્ડ સહિત 5 મોટા વ્યૂહાત્મક કરારો થયા, ટેક્નોલોજી સહકારને મળશે નવી દિશાભારત-નૉર્વે વચ્ચે ગ્રીન એનર્જી અને ઓફશોર વિન્ડ સહિત 5 મોટા વ્યૂહાત્મક કરારો થયા, ટેક્નોલોજી સહકારને મળશે નવી દિશા

નૉર્વે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની નૉર્વે મુલાકાત દરમિયાન ભારત અને નૉર્વે વચ્ચે વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે સહકાર મજબૂત બનાવવા માટે પાંચ મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ કરારો ગ્રીન એનર્જી, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, મેરિટાઇમ ટેક્નોલોજી, ઈનોવેશન અને ભૂ-વિજ્ઞાન સહકાર જેવા ક્ષેત્રોને કેન્દ્રમાં રાખીને કરવામાં આવ્યા છે.

સંસ્થાગત સહકાર અને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન

આ કરારોનો મુખ્ય હેતુ બંને દેશો વચ્ચે સંસ્થાગત સહકાર મજબૂત બનાવવાનો, ઉદ્યોગ અને સ્ટાર્ટઅપ ભાગીદારી વધારવાનો, શૈક્ષણિક સહયોગને પ્રોત્સાહન આપવાનો તેમજ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સને ગતિ આપવાનો છે.

CSIR અને નૉર્વે રિસર્ચ કાઉન્સિલ વચ્ચે મોટો કરાર

સૌથી મહત્વપૂર્ણ કરારોમાં ડીએસઆઈઆર/સીએસઆઈઆર અને નૉર્વેની રિસર્ચ કાઉન્સિલ ઓફ નૉર્વે (RCN) વચ્ચેનો કરાર સામેલ છે. આ હેઠળ રિસર્ચ, ટેક્નોલોજી ડેવલપમેન્ટ, ઈનોવેશન અને ક્ષમતાવર્ધન ક્ષેત્રે સહકાર વધારવામાં આવશે.

જળવાયુ પરિવર્તન અને સ્વચ્છ ઊર્જા પર ફોકસ

આ કરારમાં સંયુક્ત વર્કશોપ, રિસર્ચ અને ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ, વૈજ્ઞાનિકોની એક્સચેન્જ પ્રોગ્રામ તેમજ જળવાયુ પરિવર્તન, સ્વચ્છ ઊર્જા, સમુદ્રી સંશોધન અને આરોગ્ય સેવાઓ જેવા વૈશ્વિક મુદ્દાઓ પર સહકારની જોગવાઈ કરવામાં આવી છે.

SINTEF સાથે 2026-2029 માટે સહયોગ

સીએસઆઈઆરે નૉર્વેની અગ્રણી સ્વતંત્ર સંશોધન સંસ્થા SINTEF સાથે વર્ષ 2026થી 2029 સુધી માટે નવા સહયોગ કરાર પર પણ સહી કરી છે.

સર્ક્યુલર ઇકોનોમી અને ઓફશોર વિન્ડ પર કામ

આ ભાગીદારી સર્ક્યુલર ઇકોનોમી અને સસ્ટેનેબિલિટી ટ્રાન્ઝિશન પર કેન્દ્રિત રહેશે. જેના હેઠળ બાયો-બેઝ્ડ મટીરિયલ, ઓશન એનર્જી, ઓફશોર વિન્ડ, કાર્બન કૅપ્ચર, સ્ટોરેજ અને વેસ્ટ મેનેજમેન્ટ જેવા ક્ષેત્રોમાં સંયુક્ત સંશોધન અને ઈનોવેશન કાર્યક્રમો હાથ ધરાશે.

ઓફશોર રિન્યુએબલ એનર્જી માટે સંયુક્ત પ્રોજેક્ટ

એક અન્ય મહત્વપૂર્ણ કરાર હેઠળ અનેક CSIR સંસ્થાઓએ SINTEF સંસ્થાઓ સાથે સમુદ્રી ઊર્જા અને ઓફશોર વિન્ડ એનર્જી ટેક્નોલોજી પર પ્રોજેક્ટ આધારિત સહયોગ કરાર કર્યા છે.

અનેક સંસ્થાઓ બનશે ભાગીદાર

આ સહકારમાં CSIR-સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ રિસર્ચ સેન્ટર, CSIR-નેશનલ એરોસ્પેસ લેબોરેટરીઝ, CSIR-નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશનોગ્રાફી અને CSIR-ફોર્થ પેરાડાઇમ ઇન્સ્ટિટ્યૂટનો સમાવેશ થાય છે. જ્યારે નૉર્વે તરફથી SINTEF Ocean, SINTEF Digital, FME NorthWind અને SINTEF Community ભાગીદાર બનશે.

ભારતના કાર્બન ન્યુટ્રાલિટી લક્ષ્યોને મળશે બળ

આ સંયુક્ત કાર્યક્રમનો મુખ્ય હેતુ ભારતની ઓફશોર રિન્યુએબલ એનર્જી ક્ષમતાને મજબૂત બનાવવાનો તેમજ દેશના નવિનીકરણીય ઊર્જા અને કાર્બન ન્યુટ્રાલિટી લક્ષ્યોને ટેકો આપવાનો છે.

ફ્લોટિંગ ઓફશોર વિન્ડ ટેક્નોલોજી પર ભાર

આ પ્રોજેક્ટ હેઠળ ફ્લોટિંગ ઓફશોર વિન્ડ ટેક્નોલોજી, ઊર્જા ખર્ચ ઘટાડવા, સસ્ટેનેબિલિટી સ્ટાન્ડર્ડ, ESG ફ્રેમવર્ક, પાયલોટ પ્રોજેક્ટ્સ, સ્કિલ ડેવલપમેન્ટ અને ઔદ્યોગિક વિકાસ જેવા મુદ્દાઓ પર કામ કરવામાં આવશે.

CSIR આપશે 3.41 કરોડની સહાય આ પહેલ માટે CSIR દ્વારા અંદાજે 3.41 કરોડ રૂપિયાની ફંડિંગ સહાય આપવામાં આવશે. ગ્રીન શિફ્ટ માટે સંયુક્ત ઘોષણાપત્ર

આ ઉપરાંત “ગ્રીન શિફ્ટ માટે વિજ્ઞાન, ટેક્નોલોજી અને ઈનોવેશન સહકાર” શીર્ષક હેઠળ એક સંયુક્ત ઘોષણાપત્ર પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ કરાર CSIR, AcSIR અને નૉર્વેજિયન યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (NTNU) વચ્ચે થયો છે.

શિક્ષણ અને સંશોધનમાં પણ સહયોગ

આ ઘોષણાપત્ર હેઠળ સસ્ટેનેબિલિટી, સર્ક્યુલર ઇકોનોમી, ઓશન સાયન્સ એન્ડ ટેક્નોલોજી, હેલ્થકેર અને સિવિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્જિનિયરિંગ જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવાની વાત કરવામાં આવી છે.

સ્ટુડન્ટ અને ફેકલ્ટી એક્સચેન્જ કાર્યક્રમ

આ સહયોગ અંતર્ગત વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી એક્સચેન્જ, સંયુક્ત સંશોધન પ્રવૃત્તિઓ, એકેડેમિક સેમિનાર તેમજ સંયુક્ત શૈક્ષણિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવશે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.