સાંસદ પરસોતમ રૂપાલાના હસ્તે આધાર સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન



સાંસદ પરસોતમ રૂપાલાના હસ્તે આધાર સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન



રાજકોટ : શહેરના પ્રગતિ પ્લાઝા ખાતે નવા આધાર સેવા કેન્દ્રનું લોકાર્પણ સાંસદ Parshottam Rupalaના હસ્તે કરવામાં આવ્યું હતું. રાજ્યમાં આ પ્રકારનું ત્રીજું આધાર સેવા કેન્દ્ર શરૂ થતાં હવે નાગરિકોને આધાર કાર્ડ સંબંધિત સેવાઓ માટે વધુ સુવિધા મળશે.
આ પ્રસંગે સાંસદે જણાવ્યું હતું કે આજના સમયમાં આધાર કાર્ડ રોજબરોજના જીવનમાં અત્યંત જરૂરી દસ્તાવેજ બની ગયું છે. નવા આધાર કાર્ડ બનાવાવવા, નામ-સરનામું સુધારવા તેમજ અન્ય અપડેટ માટે આ કેન્દ્ર લોકો માટે ખૂબ ઉપયોગી સાબિત થશે.
સાંસદ પરસોતમ રૂપાલાએ આધાર કેન્દ્રના કર્મચારીઓને પણ ટકોર કરતા જણાવ્યું હતું કે, લોકોના કામ સમયસર અને ધીરજપૂર્વક કરવા જોઈએ જેથી નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે. કેન્દ્ર શરૂ થતાં હવે રાજકોટ શહેર અને આસપાસના લોકોને આધાર સંબંધિત સેવાઓ માટે સરળતા રહેશે.




