Get News Alerts

Never miss breaking news updates.

IPL 2026માં પ્રથમ મેચ વરસાદને કારણે રદ્દ થતા બંન્ને ટીમોને એક એક પોઈન્ટ આપ્યા

કાલે આઈપીએલની મેચ વરસદાને કારણે રદ્દ થતા બંન્ને ટીમોને એક એક પોઈન્ટ આપવામાં આવ્યા છે. પંજાબની ટીમ નિરાશ થઈ છે. કોલકત્તા અને પંજાબ વચ્ચેની મેચ 12મી મેચ વરસાદને કારણે બંન્ને ટીમોને થોડુ નુકશન થયુ છે.
Admin
AdminUpdated on: 07 Apr 2026 11:51 AM IST
IPL 2026માં પ્રથમ મેચ વરસાદને કારણે રદ્દ થતા બંન્ને ટીમોને એક એક પોઈન્ટ આપ્યાIPL 2026માં પ્રથમ મેચ વરસાદને કારણે રદ્દ થતા બંન્ને ટીમોને એક એક પોઈન્ટ આપ્યા

આઈપીએલ 2026માં સતત 9 દિવસ સુધી એક્શન, રોમાંચ અને પરિણામ બાદ ચાહકોને પહેલી વખત નિરાશા થઈ હતી. લીગની શરુઆતની 11 મેચ કોઈ પણ પરેશાની વગર રમાઈ હતી પરંતુ કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાયેલી 12મી મેચમાં કાંઈ અલગ જ જોવા મળ્યું હતુ. કોલકાતામાં પડેલા વરસાદના કારણે આ મેચ પરિણામ વગર રહી હતી. જેના કારણે બંન્ને ટીમને થોડો ફાયદો અને થોડું નુકસાન થયું હતુ. પોઈન્ટ ટેબલમાં નંબર 1 બનેલી પંજાબની ટીમ પણ નિરાશ થઈ છે.

ઈડન ગાર્ડન્સમાં સોમવાર 6 એપ્રિલના રોજ રમાયેલી મેચ વરસાદની ઝપેટમાં આવી હતી. એવું માનવામાં આવી રહ્યું હતુ કે, આ મેચ રમાશે પણ નહી, એક પણ બોલ રમ્યા વગર રદ થઈ જશે. આવું તો ન થયું પરંતુ મેચ શરુ થઈ ચાહકો ખુશ પણ થયા હતા. પરંતુ આ ખુશી વધારે સમય ટકી શકી નહી. પહેલા બેટિંગ કરી રહેલી કોલકાતાની ટીમ 3.4 ઓવર રમતા જ વરસાદની એન્ટ્રી થઈ હતી. ત્યારબાદ મેચ રદ કરવામાં આવી હતી.

અંદાજે 3 કલાક રાહ જોયા પછી જ્યારે અમ્પાયરે મેચ રદ કરવાનો નિર્ણય લીધો તો આની અસર સીધી પોઈન્ટ ટેબલ પર પડી હતી. નિયમમાં સ્પષ્ટ છે કે, મેચ રદ થવા પર બંન્ને ટીમને 1-1 પોઈન્ટ મળશે. પંજાબની પહેલા 2 મેચમાં 4 પોઈન્ટ હતા. હવે તેના 5 પોઈન્ટ થયા છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ 4 પોઈન્ટ પાછળ છોડતા પહેલું સ્થાન મેળવ્યું છે. તો કોલકાતની ટીમને 1 પોઈન્ટ મળ્યો છે.

હવે, બંને ટીમો વચ્ચે પોઈન્ટ સરખા ભાગે વહેંચાઈ ગયા હતા, પરંતુ તેમ છતાં, એક ટીમ જીતી ગઈ અને બીજી ટીમ હારી ગઈ. પંજાબ નંબર વન બન્યું, પરંતુ એક પોઈન્ટ ગુમાવ્યો. આનું કારણ એ હતું કે ટીમ સારા ફોર્મમાં હતી અને જીતની દાવેદાર માનવામાં આવતી હતી. વધુમાં, તેઓએ મેચની મજબૂત શરૂઆત કરી હતી, માત્ર 16 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. મેચ બંધ થઈ ત્યાં સુધીમાં, કોલકાતાએ 3.4 ઓવરમાં માત્ર 25 રન બનાવ્યા હતા. આમ મેચમાં આગળ રહેલા પંજાબે એક પોઈન્ટ ગુમાવ્યો હતો.

આ કોલકાતા માટે ફાયદાકારક હતું, કારણ કે ટીમે અગાઉની બંને મેચ હારી હતી અને ખાતું ખોલ્યું ન હતું. આ મેચમાં ટીમની નબળી શરૂઆતને જોતાં, શરૂઆતથી જ જીતની શક્યતા ઓછી લાગતી હતી. વરસાદે અજિંક્ય રહાણેની ટીમને રાહત આપી, તેમને એક પોઈન્ટ આપ્યો. આનાથી ટીમને પોતાનું ખાતું ખોલવામાં મદદ મળી, એક પોઈન્ટ સાથે નવમાથી આઠમા સ્થાને પહોંચી ગઈ. હવે ફક્ત ગુજરાત ટાઇટન્સ (9મા ક્રમે) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (10મા ક્રમે) બે ટીમો બાકી છે જેમના કોઈ પોઈન્ટ નથી.
 

AUTHOR
Admin

Admin

Author details are not available.