Get News Alerts

Never miss breaking news updates.

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધ્યો, રાજકોટમાં 41.9°C સાથે સૌથી વધુ તાપમાન નોંધાયું

ઉનાળીની શરૂઆત થતા જ ગરમીનો પ્રકોપ વધતો જાય છે. આજે રાજકોટમાં 41.9°C સૌથી વધુ નોંંધાયુ હતુ. જેમાં મોટા ભાગના વિસ્તારોમાં 40ની આસપાસ અથવા તેની નજીક હતુ ગરમી વધવાને કારણે તડકાથી પરેશાન થઈ ગયા હતા. બીજી બાજુ દરિયાકાઠાંના વિસ્તારોમાં તાપમાન તુલનાત્મક રીતે ઓછુ રહ્યું છે. જેમ કે દ્વારકામાં 32 દીવમાં 32 તાપમાન નોંધાયુ હતુ.
Rahul Desai
Rahul DesaiUpdated on: 17 Apr 2026 02:53 PM IST
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધ્યો, રાજકોટમાં 41.9°C સાથે સૌથી વધુ તાપમાન નોંધાયુંગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધ્યો, રાજકોટમાં 41.9°C સાથે સૌથી વધુ તાપમાન નોંધાયું

ફાઈલ ફોટો

અમદાવાદ : ગુજરાતમાં ઉનાળાની ગરમીનો પ્રકોપ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રી નજીક અથવા તેની ઉપર નોંધાતા લોકો તડકાથી પરેશાન બન્યા છે. હવામાન વિભાગના તાજા અહેવાલ મુજબ આંતરિક વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ વધુ વધી રહ્યું છે.

રાજ્યમાં સૌથી વધુ તાપમાન રાજકોટમાં 41.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં 2.5 ડિગ્રી વધારે છે. જ્યારે અમદાવાદમાં પણ કડકડતી ગરમીનો અનુભવ થયો હતો અને અહીં 40.4 ડિગ્રી તાપમાન નોંધાયું, જે સામાન્ય કરતાં 0.5 ડિગ્રી વધારે છે.

આ ઉપરાંત અમરેલીમાં 40.3 ડિગ્રી, ભુજમાં 39.7 ડિગ્રી, ગાંધીનગરમાં 39.6 ડિગ્રી, વડોદરામાં 39.4 ડિગ્રી અને ડીસામાં 39.3 ડિગ્રી તાપમાન નોંધાતા રાજ્યભરમાં ગરમીનો પ્રભાવ જોવા મળી રહ્યો છે.

બીજી તરફ દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન તુલનાત્મક રીતે ઓછું રહ્યું છે. દ્વારકામાં 31.2 ડિગ્રી, દીવમાં 32.7 ડિગ્રી, વેરાવળમાં 32.0 ડિગ્રી અને પોરબંદરમાં 34.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. દરિયાઈ પવનના કારણે આ વિસ્તારોમાં ગરમી ઓછી અનુભવાઈ રહી છે.

અન્ય શહેરોમાં ભાવનગરમાં 37.0 ડિગ્રી અને સુરતમાં 34.8 ડિગ્રી તાપમાન નોંધાયું, જે સામાન્ય કરતાં થોડું ઓછું છે.

હવામાં ભેજનું પ્રમાણ પણ વિસ્તારો પ્રમાણે બદલાતું જોવા મળ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી ગરમીમાં ભીનાશ અનુભવાઈ રહી છે, જ્યારે આંતરિક વિસ્તારોમાં ભેજ ઓછું હોવાથી તાપમાન વધુ તીવ્ર લાગી રહ્યું છે.

હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં આંતરિક ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની શક્યતા છે, જેને કારણે હીટવેવ જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.