Get News Alerts

Never miss breaking news updates.

હાર્દિક પંડ્યાએ વાનખેડે ગ્રાઉન્ડ સ્ટાફને આપ્યા ₹10-10 લાખ

અહેવાલ અનુસાર, IPL 2026 સીઝન પહેલાં હાર્દિક પંડ્યા વાનખેડે સ્ટેડિયમમાં લાંબા સમય સુધી પ્રેક્ટિસ કરતા હતા. ખાસ કરીને ICC Men's T20 World Cupની તૈયારી દરમિયાન તેઓ મોડી રાત સુધી મેદાનમાં મહેનત કરતા હતા. આ દરમિયાન ગ્રાઉન્ડ સ્ટાફને પણ વધારાનો સમય રોકાઈ તેમની મદદ કરવી પડતી હતી.
Admin
AdminUpdated on: 28 Mar 2026 04:53 PM IST
હાર્દિક પંડ્યાએ વાનખેડે ગ્રાઉન્ડ સ્ટાફને આપ્યા ₹10-10 લાખહાર્દિક પંડ્યાએ વાનખેડે ગ્રાઉન્ડ સ્ટાફને આપ્યા ₹10-10 લાખ

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર Hardik Pandya ફરી એકવાર પોતાના દિલદાર સ્વભાવને કારણે ચર્ચામાં આવ્યા છે. મેદાન પર આક્રમક રમત માટે જાણીતા હાર્દિકે આ વખતે મેદાનની બહાર માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

મળતી માહિતી મુજબ, Mumbai Indiansના કેપ્ટન હાર્દિક પંડ્યાએ Wankhede Stadium ખાતે કામ કરતા ગ્રાઉન્ડ સ્ટાફના 10થી વધુ સભ્યોને ₹10-10 લાખના ચેક આપ્યા છે. આ પગલું તેમણે કોઈ ઇનામ તરીકે નહીં, પરંતુ પોતાના કરેલા વાયદા પૂર્ણ કરવા લીધું હોવાનું જાણવા મળ્યું છે.

અહેવાલ અનુસાર, IPL 2026 સીઝન પહેલાં હાર્દિક પંડ્યા વાનખેડે સ્ટેડિયમમાં લાંબા સમય સુધી પ્રેક્ટિસ કરતા હતા. ખાસ કરીને ICC Men's T20 World Cupની તૈયારી દરમિયાન તેઓ મોડી રાત સુધી મેદાનમાં મહેનત કરતા હતા. આ દરમિયાન ગ્રાઉન્ડ સ્ટાફને પણ વધારાનો સમય રોકાઈ તેમની મદદ કરવી પડતી હતી.

જોકે, સ્ટાફે કોઈ પણ પ્રકારની ફરિયાદ કર્યા વગર સંપૂર્ણ સમર્પણ સાથે હાર્દિકની તૈયારીમાં સહયોગ આપ્યો હતો. તે સમયે હાર્દિકે તેમને મદદ બદલ ઈનામ આપવાનો વાયદો કર્યો હતો, જે હવે તેમણે પૂર્ણ કર્યો છે.

હાર્દિક પંડ્યાના આ પગલાને લઈને ક્રિકેટ જગતમાં અને ચાહકોમાં પ્રશંસાનો માહોલ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર પણ લોકો તેમના આ માનવતાભર્યા નિર્ણયને વખાણી રહ્યા છે.

હાર્દિકનો આ પ્રયત્ન દર્શાવે છે કે સફળતા સાથે માનવતા જાળવવી પણ એટલી જ મહત્વપૂર્ણ છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.