Get News Alerts

Never miss breaking news updates.

વિકસિત ભારતના માર્ગે ગુજરાતનો મોટો ફાળો: CM ભૂપેન્દ્ર પટેલ

આજે ગાંધીનગર ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલ જણાવ્યુ હતુ કે આજે દેશનો વિકાસ થઈ રહ્યો છે. તેમાં સૌથી મહત્ત્વનો ફાળો ગુજરાતનો રહેલો છે. જ્યારે આપણા લોક લાડીલા પીએમ નરેન્દ્રભાઈ મોદી તેમને ઉદ્યોગકારોને આત્મનિર્ભર બનાવવા વિશેષ ભાર મૂક્યો છે. જેમને ગુજરાતમાં વાઈબ્રન્ટ ગ્લોબલ સમિટી ચાલુ કરવામાં આવી હતી. જેને લઈને તે આજે ગેમચેન્જર સાબિત થયુ છે. મુખ્યમંત્રીએ વધુ જણાવતા કહ્યુ હતુ કે આજે ગુજરાતમાં વિવિધ ક્ષેત્રમાં દેશનું નેતૃત્વ કરી રહ્યું છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 16 Apr 2026 12:10 PM IST
વિકસિત ભારતના માર્ગે ગુજરાતનો મોટો ફાળો: CM ભૂપેન્દ્ર પટેલવિકસિત ભારતના માર્ગે ગુજરાતનો મોટો ફાળો: CM ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદ: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા ગાંધીનગર ખાતે ભવ્ય બિઝનેસ ટ્રેડ એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગર હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાયેલા આ એક્સ્પોનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન પ્રસંગે ઉદ્યોગ જગતના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ઉદ્યોગ વિકાસ અને દેશની આર્થિક પ્રગતિને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે સવારે 9 વાગ્યે કાર્યક્રમમાં પહોંચી જતા તેમને અહીંની ઠંડકનો સારો અનુભવ થયો હતો અને જો ઉદ્યોગ ક્ષેત્રમાં પણ આવી જ સ્થિરતા અને અનુકૂળ વાતાવરણ રહેશે તો રાજ્ય અને દેશની આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે.

મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરતા કહ્યું કે “વડાપ્રધાન નરેન્દ્રભાઈ છે એટલે રસ્તાઓ અને વિકાસના માર્ગો હંમેશા સુગમ અને મજબૂત જ બનશે.” તેમણે ઉમેર્યું કે દેશ આજે સતત વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યો છે અને આ પરિવર્તનમાં ભારતની વેપાર અને ઉદ્યોગ નીતિઓ મહત્વની ભૂમિકા ભજવી રહી છે.

ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્યોગોને આત્મનિર્ભર બનાવવા વિશેષ ભાર મૂક્યો છે. ગુજરાતની ક્ષમતાને વૈશ્વિક સ્તરે પહોંચાડવા માટે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જેવી પહેલ શરૂ કરવામાં આવી છે, જે રાજ્યના ઉદ્યોગ વિકાસ માટે ગેમચેન્જર સાબિત થઈ રહી છે.

તેમણે ઉદ્યોગ જગતના પ્રશ્નોને સરકાર સુધી પહોંચાડવામાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI)ની ભૂમિકા મહત્વપૂર્ણ હોવાનું જણાવ્યું હતું. તેમના અનુસાર ઉદ્યોગ અને સરકાર વચ્ચેના સંકલનથી જ વિકાસને નવી દિશા મળી રહી છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે ગુજરાત આજે વિવિધ ક્ષેત્રોમાં દેશનું નેતૃત્વ કરી રહ્યું છે અને આગામી સમયમાં ભારત સેમીકંડક્ટર ક્ષેત્રમાં વૈશ્વિક હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. આ માટે રાજ્યમાં નવી નીતિઓ અને રોકાણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ઉદ્યોગોનો સતત વિકાસ અને સરકારની નીતિઓના સહયોગથી ગુજરાત અને ભારત બંને ઝડપી ગતિએ વિકસિત રાષ્ટ્ર તરફ આગળ વધશે.

આ ટ્રેડ એક્સ્પોમાં કુલ 610 સ્ટોલનું ભવ્ય પ્રદર્શન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ ક્ષેત્રના ઉદ્યોગો, નવી ટેક્નોલોજી અને સ્ટાર્ટઅપ્સને સ્થાન આપવામાં આવ્યું છે. ત્રણ દિવસ ચાલનારા આ એક્સ્પોમાં 50 હજારથી વધુ મુલાકાતીઓ ઉપસ્થિત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

કાર્યક્રમમાં ક્રેડાઈ પ્રમુખ શેખરભાઈ પટેલ, ટોરેન્ટ પાવર લિમિટેડના વાઇસ ચેરમેન અને એમડી જીનલ મહેતા સહિત ઉદ્યોગ જગતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે ઉદ્યોગ અને સરકાર વચ્ચેના સંકલનને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો.

અધિકારીઓએ જણાવ્યું કે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સનો રોલ હંમેશા ઉદ્યોગના પ્રશ્નોને સરકાર સુધી પહોંચાડવામાં મહત્વનો સાબિત થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને આગળ ધપાવવા માટે આવા એક્સ્પો મહત્વપૂર્ણ બની રહ્યા છે.

ગુજરાત આજે વિવિધ ક્ષેત્રોમાં દેશનું નેતૃત્વ કરી રહ્યું છે. રાજ્યની GDP માં 8.3 ટકાનો યોગદાન ગુજરાતને દેશના અગ્રણી રાજ્યોમાં સ્થાન અપાવી રહ્યો છે. આગામી સમયમાં ભારત સેમીકંડક્ટર ક્ષેત્રમાં વૈશ્વિક હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે, જેમાં ગુજરાતની ભૂમિકા નિર્ણાયક માનવામાં આવી રહી છે.

વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે આ પ્રકારના ટ્રેડ એક્સ્પો ઉદ્યોગ જગત માટે મહત્વના પ્લેટફોર્મ સાબિત થશે અને રાજ્યના આર્થિક વિકાસને નવી ગતિ આપશે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.