Get News Alerts

Never miss breaking news updates.

પચપદરા રિફાઈનરીમાં ઉદ્ઘાટન પહેલાં આગ: એક યુનિટમાં લાગેલી આગથી દોડધામ, 20 ફાયર ફાઈટરોએ સંભાળી સ્થિતિ

રાજસ્થાનના પચપદરા ખાતે આવેલી રિફાઈનરીમાં અચાનક આગ લાગતા અફરા તફરીનો માહોલ બન્યો હતો. તેના કારણે ફાયર વિભાગની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરી રહી છે. આવતી કાલે પીએમ નરેન્દ્ર મોદી ઉદ્ધાટન કરવા આવવાના હતા. તે આવે પહેલા આજે આગનો બનાવ બન્યો હતો. આગ કેમ લાગી તેની તપાસ હાલ કરવામાં આવી રહી છે. કોઈ મોટી જાનહાની હજુ સુધી થઈ નથી.
Rahul Desai
Rahul DesaiUpdated on: 20 Apr 2026 03:53 PM IST
પચપદરા રિફાઈનરીમાં ઉદ્ઘાટન પહેલાં આગ: એક યુનિટમાં લાગેલી આગથી દોડધામ, 20 ફાયર ફાઈટરોએ સંભાળી સ્થિતિપચપદરા રિફાઈનરીમાં ઉદ્ઘાટન પહેલાં આગ: એક યુનિટમાં લાગેલી આગથી દોડધામ, 20 ફાયર ફાઈટરોએ સંભાળી સ્થિતિ

રાજસ્થાન રાજસ્થાનના પચપદરા ખાતે આવેલી રિફાઈનરીમાં ઉદ્ઘાટન પહેલાં જ આગ લાગવાની ઘટના સામે આવી છે. રિફાઈનરીના એક યુનિટમાં અચાનક આગ ભભૂકી ઊઠતા સ્થળ પર હડકંપ મચી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમોને બોલાવવામાં આવી હતી અને આશરે 20 જેટલા ફાયર ફાઈટરોએ આગ પર કાબૂ મેળવવા માટે જહેમત શરૂ કરી હતી.

પ્રાથમિક માહિતી અનુસાર આગ એક ચોક્કસ પ્રોસેસિંગ યુનિટમાં લાગી હોવાનું જાણવા મળ્યું છે. જો કે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી અને તપાસ શરૂ કરવામાં આવી છે. ઘટનાને કારણે સુરક્ષાના ભાગરૂપે આસપાસના વિસ્તારોમાં સાવચેતી રાખવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે આ રિફાઈનરીનું ઉદ્ઘાટન 21 એપ્રિલ, 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવાનું હતું. ઉદ્ઘાટન પહેલાં જ આવી ઘટના બનતા તંત્રમાં ચિંતા જોવા મળી રહી છે.

આ રિફાઈનરીનું સંચાલન હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડને સોંપવામાં આવ્યું છે. હાલ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે અને કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.