Get News Alerts

Never miss breaking news updates.

નકલી ઈનો અને નેસ્કેફ બનાવતી ફેક્ટરીઓનો પર્દાફાશ: 4 આરોપી ઝડપાયા, મોટો જથ્થો જપ્ત

ગેસની સમસ્યા માટે ઉપયોગમાં લેવાતી ઈનો પાવડર તેમજ લોકપ્રિય નેસ્કેફ કોફીના નામે નકલી ઉત્પાદન કરતી બે ગેરકાયદે ફેક્ટરીઓનો પર્દાફાશ થયો છે. સ્થાનિક પોલીસે દરોડો પાડી આ મોટા રેકેટનો ખુલાસો કર્યો છે. પોલીસે બંને ફેક્ટરીમાંથી આશરે 1 લાખ નકલી ઈનો બોટલ, 50 હજારથી વધુ નકલી નેસ્કેફ બોટલ, 500 કિલો કોફી પાવડર તેમજ મોટી માત્રામાં એસિડના ડ્રમ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 22 Apr 2026 04:21 PM IST
નકલી ઈનો અને નેસ્કેફ બનાવતી ફેક્ટરીઓનો પર્દાફાશ: 4 આરોપી ઝડપાયા, મોટો જથ્થો જપ્તનકલી ઈનો અને નેસ્કેફ બનાવતી ફેક્ટરીઓનો પર્દાફાશ: 4 આરોપી ઝડપાયા, મોટો જથ્થો જપ્ત

દિલ્હી: પેટમાં ગેસની સમસ્યા માટે ઉપયોગમાં લેવાતી ઈનો પાવડર તેમજ લોકપ્રિય નેસ્કેફ કોફીના નામે નકલી ઉત્પાદન કરતી બે ગેરકાયદે ફેક્ટરીઓનો પર્દાફાશ થયો છે. સ્થાનિક પોલીસે દરોડો પાડી આ મોટા રેકેટનો ખુલાસો કર્યો છે.

પોલીસે બંને ફેક્ટરીમાંથી આશરે 1 લાખ નકલી ઈનો બોટલ, 50 હજારથી વધુ નકલી નેસ્કેફ બોટલ, 500 કિલો કોફી પાવડર તેમજ મોટી માત્રામાં એસિડના ડ્રમ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સાથે નકલી ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતી પેકેજિંગ સામગ્રી અને મશીનરી પણ કબજે લેવામાં આવી છે.

તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપીઓ જાણીતા બ્રાન્ડના નામે નકલી પ્રોડક્ટ બનાવી બજારમાં સપ્લાય કરતા હતા, જેના કારણે ગ્રાહકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં થવાની શક્યતા હતી.

પોલીસે આ કેસમાં નીતિન ભારદ્વાજ, સંજય બંસલ, ઉત્તમ દાસ અને પપાઈ દાસ નામના ચાર શખ્સોની ધરપકડ કરી છે. આરોપીઓ લાંબા સમયથી આ ગેરકાયદે ધંધો ચલાવતા હતા અને સ્થાનિક સ્તરે નેટવર્ક ઉભું કર્યું હતું.

અધિકારીઓએ જણાવ્યું કે સમગ્ર રેકેટની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે અને આ નકલી પ્રોડક્ટ્સ ક્યાં સુધી પહોંચતી હતી તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનારા આવા ગેંગ સામે કડક કાર્યવાહી કરવાની પોલીસએ ખાતરી આપી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.