Get News Alerts

Never miss breaking news updates.

ટ્રમ્પની ટિપ્પણીઓથી નારાજ પોપ, મનાવવા માટે અમેરિકી વિદેશમંત્રી રુબિયો વેટિકન પહોંચ્યા

Vetican City: અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયો ગુરુવારે વેટિકન સિટી પહોંચ્યા હતા. ત્યાં તેમણે પોપ લિયો સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત એવા સમયે થઈ છે, જ્યારે વેટિકન અને વ્હાઇટ હાઉસના સંબંધોમાં તણાવ વધી ગયો છે. તણાવની શરૂઆત ત્યારે થઈ જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોપ લિઓ અને ઇરાન યુદ્ધને લઈને આકરી ટીકા કરી હતી. ટ્રમ્પે પોપ લિયોની ટીકા કરતા કહ્યુ હતુ કે, તેઓ અપરાધ અને આતંકવાદના કેસમાં નરમ વલણ ધરાવે છે.
Admin
AdminUpdated on: 08 May 2026 03:48 PM IST
ટ્રમ્પની ટિપ્પણીઓથી નારાજ પોપ, મનાવવા માટે અમેરિકી વિદેશમંત્રી રુબિયો વેટિકન પહોંચ્યાટ્રમ્પની ટિપ્પણીઓથી નારાજ પોપ, મનાવવા માટે અમેરિકી વિદેશમંત્રી રુબિયો વેટિકન પહોંચ્યા

Vetican City: અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયો ગુરુવારે વેટિકન સિટી પહોંચ્યા હતા. ત્યાં તેમણે પોપ લિયો સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત એવા સમયે થઈ છે, જ્યારે વેટિકન અને વ્હાઇટ હાઉસના સંબંધોમાં તણાવ વધી ગયો છે. તણાવની શરૂઆત ત્યારે થઈ જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોપ લિઓ અને ઇરાન યુદ્ધને લઈને આકરી ટીકા કરી હતી. ટ્રમ્પે પોપ લિયોની ટીકા કરતા કહ્યુ હતુ કે, તેઓ અપરાધ અને આતંકવાદના કેસમાં નરમ વલણ ધરાવે છે.

તેના જવાબમાં પોપ લિયોએ અમેરિકાની નીતિઓ અને યુદ્ધને લઈને આડકતરી રીતે નારાજગી વ્યક્ત કરી હતી. ઇટાલીના કેટલાક રાજનૈતિક વિશ્લેષકોનું માનવું છે કે, રુબિયોની આ મુલાકાત માત્ર કૂટનૈતિક નહીં, રાજનૈતિક રીતે પણ છે. તેમનું માનવું છે કે, રુબિયો અમેરિકામાં તેમની છબી સુધારવા અને ભવિષ્યની રાજનીતિ, ખાસ કરીને 2028ની રાષ્ટ્રપતિની ચૂંટણી અને મિડટર્મ ચૂંટણીને ધ્યાને રાખીને વેટિકન સાથે સંબંધ સારા કરવા માગે છે.

વેટિકન ઘણા સમયથી શાંતિ, પ્રવાસીઓના અધિકાર અને યુદ્ધવિરોધી નીતિનું સમર્થન કરતું રહ્યું છે. ત્યાં ટ્રમ્પ પ્રશાસનની કડક નીતિ અને ઇરાન યુદ્ધને લઈને ચર્ચમાં નારાજગી વધી છે. વિશેષજ્ઞો પ્રમાણે, આ મુલાકાત અમેરિકા અને વેટિકન વચ્ચે વધતા અંતરને ઓછું કરવાની કોશિશ છે. જો કે, બંને પક્ષો વચ્ચે વિચારના મતભેદ હજુ પણ છે.
 
AUTHOR
Admin

Admin

Author details are not available.