ટ્રમ્પના નિવેદનથી રાજનીતિમાં હડકંપ, કહ્યુ - અમેરિકાનું 51મું રાજ્ય બનશે વેનેઝુએલા



ટ્રમ્પના નિવેદનથી રાજનીતિમાં હડકંપ, કહ્યુ - અમેરિકાનું 51મું રાજ્ય બનશે વેનેઝુએલા



Donald Trump on Venezuela: ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર એવું નિવેદન આપ્યું છે, જેનાથી આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં ભૂકંપ આવ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિએ કથિત રીતે એવું કહ્યું છે કે, વેનેઝુએલાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવા માટે ગંભીર રીતે વિચાર કરવામાં આવી રહ્યો છે. ફોકસ ન્યૂઝના પત્રકાર જોન રોબર્ટ્સ પ્રમાણે, ટ્રમ્પ સાથેની ફોન પરની વાતચીતમાં કહ્યુ હતુ કે, વેનેઝુએલા પાસે 40 ટ્રિલિયન ડોલરનો તેલ ભંડાર છે અને ત્યાંના લોકો ટ્રમ્પને પસંદ કરે છે.
વેનેઝુએલાની પ્રતિક્રિયા
ટ્રમ્પના નિવેદન અંગે વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગેઝની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે હેગમાં ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસની બહાર એવું કહ્યું હતું કે, ટ્રમ્પ આવું વિચારે પણ નહીં કારણ કે વેનેઝુએલા કોઈ ઉપનિવેશ નથી, એક સ્વતંત્ર દેશ છે. અમે અમારી સંપ્રભુા, ઇતિહાસ અને ક્ષેત્રીય અખંડિતતાની રક્ષા કરતા રહીશું. આ સમગ્ર ઘટનાક્રમ જાન્યુઆરી 2026 સાથે જોડાયેલો છે. જ્યારે અમેરિકાની સૈન્ય કાર્યવાહી દરમિયાન પૂર્વ રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્નીની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પર ડ્રગ્સ તસ્કરી અને નાર્કો-ટેરેરિઝમનો આરોપ લગાવવામાં આવ્યો હતો. માદુરોની ધરપકડ બાદ ડેલ્સી રોડ્રિગેઝ કાર્યકારી રાષ્ટ્રપતિ બની અને તેમણે તેલ ક્ષેત્રમાં વિદેશી રોકાણને પ્રોત્સાહન આપવાનું શરુ કર્યું હતું. તે દરમિયાન અમેરિકાએ વેનેઝુએલાને તેલ સેક્ટર પર કેટલાક પ્રતિબંધોમાં ઢીલ આપી હતી.
તેલનો ખેલ
વિશેષજ્ઞોનું માનવું છે કે, ટ્રમ્પની નજર વેનેઝુએલાના વિશાળ તેલભંડાર પર છે. ફોકસ ન્યૂઝના સૂત્રો પ્રમાણે, ટ્રમ્પે સ્પષ્ટ કહ્યુ કે વેનેઝુએલાનો તેલ ભંડાર અમેરિકા માટે ખૂબ મહત્વનો હોઈ શકે છે. આ નિવેદન એવા સમયે આવ્યું હતું કે, જ્યારે વેનેઝુએલા અને ગુયાના વચ્ચે એક્સેક્વિબો વિસ્તારનો વિવાદ ચાલી રહ્યો છે. આ વિસ્તારમાં મોટી માત્રામાં તેલ અને કુદરતી સંશાધનો હાજર છે.
કેનેડા બાદ હવે વેનેઝુએલા
ટ્રમ્પે આ પહેલાં કેનેડાને 51મા અમેરિકન રાજ્યને લઈને નિવેદન આપ્યું હતું. જો કે, વેનેઝુએલાવાળું નિવેદન ખૂબ જ ગંભીર માનવામાં આવે છે. કારણ કે તેમાં અમેરિકી સૈન્યનો હસ્તક્ષેપ, તેલ રાજનીતિ અને સત્તા પરિવર્તન જેવા મુદ્દાઓ જોડાયેલા છે. ટ્રમ્પના નિવેદન પછી સોશિયલ મીડિયામાં અને આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં હોબાળો મચી ગયો છે.




