Get News Alerts

Never miss breaking news updates.

ચીનના કારણે બદલાયું સલમાન ખાનની ફિલ્મ 'બેટલ ઓફ ગલવાન'નું નામ? રિપોર્ટમાં સામે આવ્યું સાચું કારણ

ફિલ્મ 2020ની ગલવાન વેલી અથડામણ પરથી પ્રેરિત છે, ફિલ્મમાં સલમાન ખાન ભારતીય સેનાના કર્નલ સંતોષ બાબુનો રોલ કરી રહ્યા છે. વી ટાઇટલ સાથે ફિલ્મ દેશભક્તિ અને શાંતિનો સંદેશ આપવાનો પ્રયાસ કરે છે....
Admin
AdminUpdated on: 17 Mar 2026 12:12 AM IST
ચીનના કારણે બદલાયું સલમાન ખાનની ફિલ્મ 'બેટલ ઓફ ગલવાન'નું નામ? રિપોર્ટમાં સામે આવ્યું સાચું કારણચીનના કારણે બદલાયું સલમાન ખાનની ફિલ્મ 'બેટલ ઓફ ગલવાન'નું નામ? રિપોર્ટમાં સામે આવ્યું સાચું કારણ

Battle of Galwan | Matrubhoomi :  સલમાન ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'બેટલ ઓફ ગલવાન'નું નામ બદલી નાખવામાં આવ્યું છે. સલમાન ખાને નવા નામ સાથે નવું પોસ્ટર શેર કર્યું છે. એક્ટરે ફિલ્મનું દમદાર પોસ્ટર શેર કરીને જણાવ્યું કે, આ ફિલ્મ 'માતૃભૂમિ: મે વોર રેસ્ટ ઈન પીસ'ના નામથી વિશ્વભરના થિયેટરોમાં રિલીઝ થશે. 

ફિલ્મનું નામ બદલવાનું કારણ આવ્યું સામે

 'બેટલ ઓફ ગલવાન'થી એવું લાગી રહ્યું હતું કે, ફિલ્મની સ્ટોરી માત્ર ગલવાન ઘાટીમાં થયેલા યુદ્ધ સુધી જ મર્યાદિત છે. જોકે, ફિલ્મમાં બીજી પણ વસ્તુઓ દેખાડવામાં આવી છે. તેમાં 2020ની ભારત-ચીન વચ્ચેની અથડામણની સાથે-સાથે ભારતીય સૈનિકોના વ્યક્તિગત સંઘર્ષ અને તેમના પરિવારોના બલિદાનને પણ ઊંડાણથી બતાવવામાં આવ્યા છે. આ જ કારણ છે કે મેકર્સે નામ બદલવાનો નિર્ણય લીધો. આ સિવાય પણ અન્ય કેટલાક દાવા કરાઈ રહ્યા છે.

બોલિવૂડ હંગામાના સૂત્રોના અનુસાર, ફિલ્મનું નામ બદલવા પાછળ ભારત અને ચીન વચ્ચે હાલની વ્યૂહાત્મક સંવેદનશીલતા જોડાયેલી છે. રિપોર્ટ અનુસાર, સલમાન ખાનને કેટલીક સત્તાવાર અને વ્યૂહાત્મક જગ્યાઓથી સલાહ મળી કે ફિલ્મનું નામ ફરી વિચારે અને ચીન વિરોધી દ્રશ્યો/ભાગ ઓછા કરે. સલમાને આ સલાહને ગંભીરતાથી લીધી અને ફિલ્મને દેશની હાલની ભાવના સાથે જોડ્યો. એટલા માટે નામ બદલી દેવાયું અને ઘણા ભાગ ફરીથી બનાવાયા, જેમાં સંઘર્ષને કાલ્પનિક રૂપ અપાયું.

રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે, ફિલ્મના સીન ફરી શૂટિંગ કરાતા ફિલ્મનું બજેટ વધી ગયું, પરંતુ સલમાનને આ વધારાના ખર્ચથી કોઈ ચિંતા નથી. સ્ક્રિપ્ટનો ઘણો ભાગ ફરીથી લખાયા છે જેથી ફિલ્મ હવે વધુ ભાવનાત્મક અને દેશભક્તિ વાળી કહાની બની જાય. આ ફેરફાર યોગ્ય જગ્યાઓથી મળેલી સલાહ બાદ થયા. નવી સ્ટોરીમાં હવે સલમાન અને ચિત્રાંગદા સિંહના પાત્રો વચ્ચે સંબંધો વધુ ગાઢ અને નજીકના બતાવાયા છે. હકિકતમાં આ એક સૈન્ય અધિકારીની કહાની છે, જે પ્રેમ અને સંઘર્ષ વચ્ચે સંતુલન બનાવી રાખે છે. પરંતુ તમને જણાવી દઈએ કે હજુ સુધી તેને લઈને કોઈ સત્તાવાર સમાચાર સામે આવ્યા નથી.

'માતૃભૂમિ: મે વોર રેસ્ટ ઈન પીસ' નામ કેમ રાખવામાં આવ્યું?

એક્સપર્ટસનું માનવું છે કે, "માતૃભૂમિ" શબ્દ સાંભળતા જ શરીરમાં એક અનોખો ઉત્સાહ આવી જાય છે અને આત્મીયતા ફીલ થાય છે. બીજી તરફ આ ફિલ્મમાં યુદ્ધ કરવાના બદલે શાંતિની વાત કરવામાં આવી છે. આ જ કારણ છે કે તેનું નામ 'માતૃભૂમિ: મે વોર રેસ્ટ ઈન પીસ' નામ રાખવામાં આવ્યું છે. 

AUTHOR
Admin

Admin

Author details are not available.