Get News Alerts

Never miss breaking news updates.

અભિષેક શર્માની તોફાની ઇનિંગ બાદ મેદાન પર વિવાદ

આઈપીએલમાં કાલે કોલકત્તા અને હૈદરાબાદ વચ્ચે મેચ રમાઈ હતી. જેમા હૈદરાબાદનો વિજય થયો હતો. પરંતુ ઓપનર બેટર અભિષેક શર્મા મેચ વિવાદ સામે આવ્યો હતો. જેના કારણે અભિષેકને 25 ટકા મેચ ફી કાપવામાં આવી હતી. વિવાદમાં કેચ ચક્રવર્તીનો કેચ હતો. જે કલિયર ન હોવા છતા ત્રીજા અમ્પાયર દ્વારા આઉટ આપવામાં આવ્યો હતો. તે વાત પર અભિષેક શર્મા મેદાનમાં નારાજ થયો હતો.
Admin
AdminUpdated on: 03 Apr 2026 01:57 PM IST
અભિષેક શર્માની તોફાની ઇનિંગ બાદ મેદાન પર વિવાદઅભિષેક શર્માની તોફાની ઇનિંગ બાદ મેદાન પર વિવાદ

IPL 2026માં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે રમાયેલી રોમાંચક મેચમાં હૈદરાબાદને વિજય મળ્યો, પરંતુ સ્ટાર ઓપનર અભિષેક શર્મા માટે આ મેચ વિવાદ લાવી ગઈ. મેદાન પર ચોગ્ગા-છગ્ગાની રમઝટ પછી અભિષેક પર IPL આચાર સંહિતાનો ઉલ્લંઘન થયો હોવાનું જાહેર થયું છે.

ઈડન ગાર્ડન્સમાં રમાયેલી મેચ દરમિયાન અભિષેક શર્માએ IPL કોડ ઓફ કન્ડક્ટની કલમ 2.3 હેઠળ લેવલ 1નો ગુનો કર્યો. પરિણામે ખેલાડી પર મેચ ફીનો 25% દંડ ફટકારવામાં આવ્યો અને તેના ખાતામાં એક ડિમેરિટ પોઈન્ટ ઉમેરાયો. અભિષેકે પોતાની ભૂલ સ્વીકારી લીધી છે, જેના કારણે મેચ રેફરીનો નિર્ણય અંતિમ માનવામાં આવ્યો છે.

વિવાદિત કેચ સાથે સંબંધિત છે. 21 બોલમાં 48 રન બનાવતી અભિષેકની ઇનિંગ દરમિયાન  ચક્રવર્તીનો કેચ હતો, જે ક્લિયર ન હોવા છતાં ત્રીજા અમ્પાયર દ્વારા આઉટ જાહેર કરવામાં આવ્યો. અભિષેકે આ નિર્ણય પર મેદાન પર નારાજગી દર્શાવી હતી.

IPLના નિયમો અનુસાર, આર્ટિકલ 2.3 સામાન્ય રીતે મેદાન પર અભદ્ર ભાષા ઉપયોગ અથવા અમ્પાયરના નિર્ણય સામે અયોગ્ય પ્રતિક્રિયા આપવાને લઈને લાગુ પડે છે. અભિષેક માટે આ સિઝનની શાનદાર શરૂઆત બાદનો એક મોટો બોધપાઠ છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.