Get News Alerts

Never miss breaking news updates.

ધોરણ-12નું પરિણામ જાહેર: સાયન્સમાં 84.33% અને સામાન્ય પ્રવાહમાં 92.71% પાસ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ 2026નું ધોરણ-12નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં સાયન્સ પ્રવાહનું 84.33% અને સામાન્ય પ્રવાહનું 92.71% પરિણામ નોંધાયું છે. રાજ્યભરમાંથી આશરે 5.01 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જે 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ દરમિયાન યોજાઈ હતી.
Rahul Desai
Rahul DesaiUpdated on: 04 May 2026 11:48 AM IST
ધોરણ-12નું પરિણામ જાહેર: સાયન્સમાં 84.33% અને સામાન્ય પ્રવાહમાં 92.71% પાસધોરણ-12નું પરિણામ જાહેર: સાયન્સમાં 84.33% અને સામાન્ય પ્રવાહમાં 92.71% પાસ

ફાઈલ ફોટો

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ 2026નું ધોરણ-12નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં સાયન્સ પ્રવાહનું 84.33% અને સામાન્ય પ્રવાહનું 92.71% પરિણામ નોંધાયું છે. રાજ્યભરમાંથી આશરે 5.01 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જે 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ દરમિયાન યોજાઈ હતી.

વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ www.gseb.org  પર સીટ નંબર દાખલ કરીને જોઈ શકે છે. ઉપરાંત, સાયન્સ માટે GJ12S અને સામાન્ય પ્રવાહ માટે GJ12G સાથે સીટ નંબર 58888111 પર SMS કરીને પણ પરિણામ મેળવી શકાય છે. વોટ્સએપ નંબર 6357300971 પર સીટ નંબર મોકલીને પણ રિઝલ્ટ મેળવી શકાય છે.

પરિણામ જાહેર થયા બાદ હવે એન્જિનિયરિંગ, ફાર્મસી સહિતના અભ્યાસક્રમોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે. શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓને ફક્ત અધિકૃત વેબસાઇટ પર જ ભરોસો રાખવા અને ફ્રોડ લિંક્સથી સાવધાન રહેવા સૂચના આપી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.