ચીનનો મોટો નિર્ણય મેટાની 2 અરબ ડોલરની AI ડીલ પર રોક લગાવી



ફાઇલ તસવીર
ચીનનો મોટો નિર્ણય મેટાની 2 અરબ ડોલરની AI ડીલ પર રોક લગાવી



ફાઇલ તસવીર
China Teck War: એક મોટા નિર્ણયમાં ચીને યુએસ ટેક કંપની મેટાના 2 બિલિયન ડોલરના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સોદાને રોક્યો છે. આ સોદામાં AI સ્ટાર્ટઅપ માનુસનું સંપાદન સામેલ હતું, તે હવે રાષ્ટ્રીય સુરક્ષા ચિંતાઓને કારણે રદ કરવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર, ચીનના મુખ્ય આર્થિક નિયમનકાર, NDRCએ 2021માં લાગુ કરાયેલા વિદેશી રોકાણ સુરક્ષા નિયમો હેઠળ આ સોદો પાછો ખેંચવાનો આદેશ આપ્યો હતો. આ નિર્ણય દર્શાવે છે કે, ચીન હવે તેની ટેકનોલોજી, ડેટા અને પ્રતિભાને વિદેશ જતા અટકાવવા માટે વધુ કડક વલણ અપનાવી રહ્યું છે.
જો કે, માનુસે પાછળથી પોતાનો આધાર વિદેશમાં ખસેડ્યો અને યુએસ રોકાણ મેળવ્યું હતું. ચીની અધિકારીઓએ સ્વીકાર્યું કે, કંપનીના ટેક્નિકલ સંસાધનો, ડેટા અને સંશોધન ચીન સાથે જોડાયેલા રહ્યા હતા. તેનાથી સોદો સંવેદનશીલ બન્યો હતો.
રિપોર્ટમાં જણાવાયું છે કે, આ નિર્ણયના પરિણામે મેટા અને માનુસ વચ્ચે રોકાણ, શેર ટ્રાન્સફર અને બૌદ્ધિક સંપત્તિ પરત કરવી પડશે. AI જેવા ક્ષેત્રમાં આ પ્રક્રિયા ખૂબ જટિલ માનવામાં આવે છે.
નિષ્ણાતો માને છે કે, આ પગલું ફક્ત એક સોદા પૂરતું મર્યાદિત નથી, પરંતુ એક મોટો સંકેત છે કે ચીન AI જેવા વ્યૂહાત્મક ક્ષેત્રોમાં વિદેશી કંપનીઓ, ખાસ કરીને અમેરિકન કંપનીઓ પ્રત્યે વધુ સાવધ બની રહ્યું છે. આ નિર્ણય વૈશ્વિક રોકાણકારોને પણ અસર કરી શકે છે. સરહદ પારના ટેક સોદા હવે વધુ જોખમી બનશે અને કંપનીઓ ભવિષ્યમાં આવા નિયમો ટાળવા માટે તેમના સંચાલન, ડેટા અને સંશોધનને અલગ કરવાનો પ્રયાસ કરી શકે છે. એકંદરે, આ કેસ દર્શાવે છે કે વૈશ્વિક સ્તરે ટેક્નોલોજી અને ડેટા પર સ્પર્ધા અને તણાવ સતત વધી રહ્યો છે અને AI આ સંઘર્ષનું મુખ્ય કેન્દ્ર બની ગયું છે.




